વાપી-છરવાડા ક્રોસિંગ પર અકસ્માત રોકવા ઓવરબ્રિજ માટે ફરી કવાયત, ટ્રાફિકજામની ગંભીર સમસ્યા અંગે જનપ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી

વાપી હાઇવે સ્થિત છરવાડા ક્રોસિંગ આગળ અકસ્માતો રોકવા ઓવરબ્રિજના નિર્માણ માટે શુક્રવારે નેશનલ હાઇવે ઓથોરોટીની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ સાથે વાપી યુપીએલ કંપનીથી લઇ બલીઠા સુધી એલિવેટર બ્રિજ અંગે પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. 
સાંસદ,ધારાસભ્ય અને વાપી પાલિકાના પદાધિકારીઓએ નેશનલ હાઇવે ઓથોરોટીના અધિકારીઓ સાથે બ્રિજ મામલે ચર્ચા વિચારણાં કરી હતી. આગામી દિવસોમાં નેશનલ હાઇવે ઓથોરોટી સ્થ‌ળ નિરીક્ષણનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે.ત્યારબાદ મંજુરીની પ્રક્રિયા હાથ ધરાશે.
શુક્રવારે વાપી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટીના પદાધિકારીઓ આવી પહોંચ્યા હતા. જેની સાથે સાંસદ સાંસદ ડો. કે. સી. પટેલ,પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ , નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ , વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ , મિતેશભાઈ દેસાઈ સાથે બેઠક યોજી હતી. આ સાથે સ્થળ નિરીક્ષણ કરી વાપી યુપીએલ કંપનીથી લઇ બલીઠા સુધી એલિવેટર બ્રિજ તથા છરવાડા ક્રોસિંગ આગળ અકસ્માતો રોકવા ઓવરબ્રિજના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિરીક્ષણ બાદ નેશનલ હાઇવે ઓથોરોટી દ્વ્રારા જેમ બને તમે વહેલા ધોરણે આ વિકાસના કર્યો હાથ ધરાશે એવી ખાતરી પણ આપી હતી.
ઉમરગામના અકસ્માત ઝોન તરીકે ઉભરી રહેલા તલવાડા હાઇવે ચાર રસ્તા પર બ્રિઝના નિર્માણ માટે શુક્રવારે સાસદ ડો.કેસી.પટેલ અને ડહેલી જિલ્લા પંચાયત સભ્ય ભરત જાદવની ટીમ સાથે હાઇવે ઓથોરિટીના ચીફ ઈંજનેર મિશ્રા અને તેમની ટીમે નિરીક્ષણ કર્યું હતું.મલાવ રેલવે ઓવરબ્રિજ ને ધ્યાન માં લઇ તલવાડા હાઇવેના બ્રિઝના નિર્માણ માટે ખૂટતી માહિતી મેળવી હતી. બ્રિઝના નિર્માણ માટે સ્થાનિકો વર્ષોથી માગ કરી રહ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close