રાજય સરકાર દ્વારા વલસાડ જિલ્લાને એક જ દિવસ માટે અંદાજીત ૧,૫૦,૦૦૦ લાભાર્થીઓ માટે ડોઝની ફાળવણી ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કર્યા સિવાય પણ રસીકરણ થઇ શકશે.

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૧૬: કોરોનાની મહામારીમાંથી બહાર નીકળવા માટે કોવિડ રસીકરણનું ખૂબ જ મહત્ત્વ હોઇ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ કોરોના સામે રક્ષણ માટે આ રસી લેવી જરૂરી છે. કોવીડ રસીકરણ કરવાથી કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર થતી નથી, પરંતુ કોવિડ સામે લડવાની રોગપ્રતિકારક શક્‍તિમાં વધારો કરે છે, જેથી પોતાને તેમજ સમાજને ગંભીર પ્રકારના કોરોના સામે રક્ષણ મળે છે. આજદિન સુધીમાં વલસાડ જિલ્લામાં પંદર લાખ કરતાં વધુ ડોઝનું રસીકરણ કરવામાં આવ્‍યું છે.
આ રસીકરણને વધુ ઝડપી બનાવવા તા.૧૭/૦૯/ ૨૦૨૧નાં રોજ સમગ્ર વલસાડ જિલ્લામાં કોરોના સુરક્ષાચક્ર સુનિશ્‍ચિત કરવા ખાસ કોવીશીલ્‍ડ અને કોવેક્‍સીન રસીકરણ સુપર મેગા ડ્રાઈવ કરવાનું આયોજન કરાયું છે. જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ અને જે વ્‍યક્‍તિએ કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધો હોય અને ૨૮ દિવસ પૂર્ણ થયા હોય તેમજ કોવીશીલ્‍ડનો પ્રથમ ડોઝ લીધા બાદ ૮૪ દિવસ પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીઓના બીજા ડોઝ માટે વલસાડ જિલ્લાનાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોને આવરી લેતા અંદાજીત કુલ ૪૦૦ સેશન સાઈટ પર કોવિડ રસીકરણ સેશનનું ખાસ આયોજન કરવામાં આવ્‍યું છે. 
આ માટે રાજય સરકાર દ્વારા વલસાડ જિલ્લાને એક જ દિવસ માટે અંદાજીત ૧.૫૦ લાખ લાભાર્થીઓ માટે ડોઝની ફાળવણી કરવામાં આવી છે તેમજ દરેક સેશન સાઈટ પર કોવીશીલ્‍ડ અને કોવેકસીનનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ ઉપલબ્‍ધ રહેશે. જેમાં તમામ વેકસીન સેશન સ્‍થળે બંને ડોઝ પૂરતા જથ્‍થામાં ઉપલબ્‍ધ રહેશે. 
જેના માટે ઓન લાઈન સ્‍લોટ બુક કરવાની જરૂર નથી. સીધા વેક્‍સીન સેશન સ્‍થળ ખાતે જરૂરી ઓળખકાર્ડ આપી રજિસ્‍ટ્રેશન કર્યા સિવાય પણ રસીકરણ થઇ શકશે. 
આ રસી માટે નજીકના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સામુહકિ આરોગ્‍ય કેન્‍દ્ર તથા આરોગ્‍ય કર્મચારીઓનો સંપર્ક કરવાનો રહેશે.
કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દરેક વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લાઓના માલિકો તથા કામ કરતાં લોકો, શાળા, કોલેજ, કોચિંગ કલાસીસનાં શિક્ષકો તેમજ ધંધા રોજગાર અર્થે જતા તમામ લોકો તેમજ તેમનાં કુટુંબીજનો સહતિ સૌ નાગરિકો, સામાજિક સંસ્‍થાઓ, ધાર્મિક સંસ્‍થાઓ, સૌ આગેવાનોને ઉત્‍સાહભેર ભાગ લેવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close