News
એસ.ટી. નિગમના કામદાર પડતર પ્રશ્નોનો નિકાલ ન આવે તો માન્ય સંગઠનો દ્વારા આંદોલન વલસાડ, ધરમપુર, આહવા, બીલીમોરા, વલસાડ વર્કશોપ કર્મચારી,નવસારી ડેપો ના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સંકલન સમિતિ ના આદેશ મુજબ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
એસ.ટી. નિગમના કર્મચારીઓના ઘણાં લાંબા સમયના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવવાની સ્થિતિએ ત્રણેય માન્ય સંગઠનો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે તબકકાવાર આંદોલન યોજવાના કાર્યક્રમ સાથે સંદર્ભત પત્રથી નિગમ તેમજ સરકારશ્રીને પત્ર પાઠવવામાં આવેલ . પરંતુ હાલમાં ગુજરાત રાજયની રાજકિય પરિસ્થિતિ અને ગુજરાત રાજયમાં પડેલ અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થયેલ હોય અને ભારે તારાજી સર્જાયેલ હોય આ તમામ બાબતોને ધ્યાને લઈ અમો માન્ય સંગઠનો દ્વારા અમારા દ્વારા સંદભીંતપત્રથી આપેલ આંદોલનાત્મક કાર્યક્રમમાં નીચે મુજબ ફેરફાર કરેલ છે.
વલસાડ વિભાગીના વાપી ડેપો દ્વારા સંકલન સમિતિ ગુજરાત અને સંકલન સમિતિ વલસાડ ના આદેશ મુજબ કાળી પટ્ટી ધારણ કરી વિરોધપ્રદસન કરવામાં આવેલ છે.
કાર્યક્રમની રૂપરેખા - :: તા.૧૬-૦૯-૨૦૨૧ થી તા.૨૪-૦૯-૨૦૨૧ સુધી કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી પોતાની ફરજો બજાવશે . - તા.૨૭-૦૯ - ર ૦૧૧ અને તા . O૧-૧૦-૨૦૨૧ સુધી નિગમના તમામ કર્મચારીઓ રીશેષ સમય દરમ્યાન સ્વયંભૂ રીતે જોડાઈને સુત્રોચ્ચાર કરશે . - ૦૪-૧૦-૨૦૨૧ થી તા.૦૭-૧૦-૨૦૨૧ સુધી નિગમના તમામ કર્મચારીઓ રીશેષ સમય દરમ્યાન સ્વયંભૂ રીતે જોડાઈને ઘંટનાદ કરશે તા.૦૭-૧૦-૨૦૨૧ ની મધ્યરાત્રી 00-00 કલાકથી એટલે કે તા.૦૮-૧૦- ૨૦૨૧ ના રોજ નિગમના તમામ કર્મચારીઓ સ્વયંભૂ રીતે માસ સી.એલ. ઉપર જશે
આમ છતાં કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ ન આવવાની પરિસ્થિતિએ કર્મચારીઓ અચોકકસ મુદત સુધી સ્વયંભૂ રીતે માસ સી.એલ. ઉપર રહેશે.
આજે વલસાડ, ધરમપુર, આહવા, બીલીમોરા, વલસાડ વર્કશોપ કર્મચારી અને વલસાડ વિભાગના નવસારી ડેપો ના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સંકલન સમિતિ ના આદેશ મુજબ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment