પારડી શહેરમાં રવિવારના રોજ કોરોના મહામારી ગાઇડલાઇન મુજબ અઢી દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું

પારડી શહેરમાં રવિવારના રોજ કોરોના મહામારી ગાઇડલાઇન મુજબ  અઢી દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અને વિસર્જન દરમિયાન લોકોને સહેલાઈથી સુવિધાઓ મળી રહે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે એ માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.
 પારડીમાં સાર્વજનિક મંડળો, સોસાયટી, ઘરો માં બેસાડેલ ગણપતિજીની પ્રતિમા પારડીના ઐતિહાસિક તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રવિવારે અઢી  દિવસ ના પારડી ચંદ્રપુર ના તરવૈયાઓની મદદથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જેમાં પારડી સાંઈ શાંગ્રીલા સોસાયટી ના ગણપતિજીની પ્રતિમા ની સ્થાપના બાદ વિસર્જન ના દિવસે સોસાયટીમાં બાળકો માટે વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી અને મોમેન્ટ ઇનામ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 
સોસાયટીમાં ફટાકડા ફોડી શ્રીજીને વાજતે-ગાજતે ગેટ સુધી યુવા વર્ગ, મહિલાઓ, વડીલો, ભૂલકાઓ, તેમજ સોયટીના પ્રમુખ, કમિટીના સભ્યો, તેમજ સાંઈ શાંગ્રીલા સોસાયટીના પરિવારો ગેટ સુધી પહોંચી ત્યાં આરતી કર્યા બાદ સરકારના ગાઇડલાઇન મુજબ 15 વ્યક્તિઓ દ્વારા વિસર્જન કરવા માટે પારડી તળાવ પર પહોંચ્યા હતા. જ્યાં ચંદ્રપુર ની તરવૈયા ની ટીમે શ્રીજી નું વિસર્જન કર્યું હતું. જ્યાં પારડી નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ ગજાનંન માંગેલા તેમજ પાલિકાનો સભ્યો, સ્ટાફ વગેરે સાથે રહી ગણેશજીની પ્રતિમાનું હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યાં પારડી પોલીસ મથકના પીએસઆઇ કે.એમ. બેરિયા ની ટીમ ખડે પગે સેવા બજાવી હતી. 
આ ઉપરાંત પારડી નગરમાંથી ગજાનન કોમ્પ્લેક્સ રુદ્રા રેસીડેન્સી ના સાર્વજનિક ગણેશજીનું વિસર્જન અહીં કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય નગરના વિવિધ મંડળો ના તેમજ ઘરો ના શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પારડી નામદાર કોર્ટના ન્યાયધીશ વી.એ. ઠક્કર, ભીલાડવાલા બેંકના માજી ચેરમેન શરદભાઈ દેસાઇ, પત્રકાર મિત્રો, વગેરે સહિત શ્રદ્ધાળુ ભક્તોએ અઢી દિવસનના ગણપતિજી નું ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરીને વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમ્યાન સતત આનંદ ચૌદશ સુધી પારડીના ઐતિહાસિક તળાવમાં વિસર્જન ચાલુ રહેશે લોકોએ વાજતે ગાજતે આરતી સાથે બાપા ને વિદાય આપી હતી. ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લવકરીયા ના જયકાર ગુંજી ઉઠયા હતા. 
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close