વલસાડ જિલ્લામાં આજરોજ આમ આદમી પાર્ટી ત્રણ તાલુકામાં જન સંવેદન યાત્રા લઈને પારડીમાં સાંજે 5 કલાકે આવી પહોંચી હતી

વલસાડ જિલ્લામાં આજરોજ આમ આદમી પાર્ટી ત્રણ તાલુકામાં જન સંવેદન યાત્રા લઈને પારડીમાં સાંજે 5 કલાકે આવી પહોંચી હતી. 
પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે આજરોજ સોમવારના આમ આદમી પાર્ટી નો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત કોરોના માં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી સુરતના આપ નેતા મહેશભાઈ સવાણી, સંસ્થાપક ગુજરાત ના કિશોરભાઈ દેસાઈ, દક્ષિણ ઝોન સંગઠન મંત્રી રામભાઈ ધડુક, ધરપમપુર માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, આપ પાર્ટી વલસાડ પ્રમુખ જીતુભાઇ દેસાઈ, પારડી ના નોટરી એડવોકેટ વિજયભાઈ શાહ ના હસ્તે દીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી હતી.
 ત્યારબાદ આમ આદમી પાર્ટી ના નેતાઓ એ વિકાસની વ્યાખ્યામાં ભાજપ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં સુરતના મહેશભાઈ સવાણી એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ જયારે સત્તા લઈને બેઠી હતી તેના કેટલા દેવા હતા અને વર્તમાનમાં કેટલું દેવું છે જેના આક્ષેપો કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દિલ્હીમાં કેજરીવાલ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર પરિવારને રૂપિયા ૫૦ હજારની સહાય કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકાર મૃત્યુ પામનારને માત્ર 4 હજારની સહાય કરે છે હોવાનું જણાવ્યું હતું. વધુ માં જણાવ્યું હતું કે હાલ પેટ્રોલ-ડીઝલ ના ભાવો માં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગેસ સિલિન્ડર ના ભાવો અગાઉ રૂ. 250 હતા જે વધી ને 800 થી 900 સુધી પહોંચતા ગૃહિણીઓ ના આંખોમાં લોહીના આંસુ વહેતા કર્યા છે. આવનાર 2022 માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાશે નો દાવો કર્યો હતો. 
આજે પારડીની આપ પાર્ટી ની મુલાકાતમાં ભાજપના પૂર્વ મહામંત્રી વિજય શાહ ને સુરતના મહેશભાઈ સવાણી એ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી વિધિવત આપ પાર્ટીમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરના દર્શન કરી શરૂઆત કરેલ જન સવેંદના મુલાકાત ગામડે ગામડે પહોંચીને આજે વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને પારડીમાં 67 માં દિવસે આવી પહોંચી હતી. જ્યાં પારડી ઓડીટોરીયમ હોલ ખાતે 100 જેટલા કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. ત્યારે આજની કાર્યકર્તાઓની હાજરી જોતા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી સફળ બનશે કે કેમ? તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા હતા. 
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close