News
ગણેશોત્સવના બીજે દિવસે વન આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે મુલાકાત લઇ શ્રીજીના દર્શન કર્યા
કોરોના કાળમાં આજથી ગણેશોત્સવ નો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે પારડી શહેરમાં વિવિધ સાર્વજનિક મંડળો, સોસાયટી, ઘરે-ઘરે ભક્તો એ શ્રીજી ની સ્થાપના કરી હતી. ત્યારે પારડીમાં કોરોના ના લાંબા સમય બાદ આ વર્ષે સાંઈ શાંગ્રીલા સોસાયટીમાં ગણેશોત્સવ ના બીજે દિવસે વન આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે મુલાકાત લઇ શ્રીજીના દર્શન કર્યા હતા.
ગણપતિજીના દર્શન કર્યા બાદ મંત્રી રમણલાલ પાટકર નું સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ, ભદ્રેશ પટેલ, અશોક પ્રજાપતિ, પૃથ્વીસ પટેલ, અમિત દેસાઈ, ધર્મેશ મોદી, તેમજ સોસાયટી ની ટપુસેના અને મહિલાઓ એ મંત્રીનું પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી રમણભાઈ પાટકરે ધાર્મિક ઉદબોધન વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પત્રકાર અમૃત પટેલ અને કેતન ભટ્ટ ના આમંત્રણ ને માન આપી શ્રીજી ના દર્શન કરવા મુલાકાત લીધી હતી. વધુ માં તેઓએ જણાવ્યું હતું કે સોસાયટીમાં કોરોના ગાઇડલાઇન નું સૌ એ માસ્ક પહેરેલ જોતા મંત્રી એ આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેશ મોદી એ કર્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment