News
બિલ્ડિંગના ખાળકૂવાનું પાણી જાહેર માર્ગ પર ફરી વળતા લોકોના સ્વાસ્થ્ય સામે પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.
પારડી ને.હા.ન. 48 સ્થિત સોના દર્શન-1 એપાર્ટમેન્ટ માં છેલ્લા કેટલાક દિવસોથી બિલ્ડિંગના ખાળકૂવાનું પાણી જાહેર માર્ગ પર ફરી વળતા લોકોના સ્વાસ્થ્ય સામે પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.
બિલ્ડિંગના દુર્ગંધ મારતું ગંદા પાણી રોડ પરથી પસાર થતા રાહદારીઓ મોઢા પર રૂમાલ મૂકીને પસાર થતા હોય છે. જેના કારણે ગંદકીના સામ્રાજ્ય થી લોકો પરેશાન થઇ રહ્યા છે. સ્થાનિક જયંતીભાઈ ના જણાવ્યા મુજબ સોના દર્શન એપાર્ટમેન્ટ ના બિલ્ડીંગ ના ઉપરથી પાઇપ દ્વારા ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે. જે પાઇપ ખાળકૂવા માં જોડાણ ન હોવાથી ગંદકી નું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. તો બીજી તરફ મોદીજી એ સ્વચ્છતા અભિયાન પર ભાર મુક્યો છે ત્યારે આવા એપાર્ટમેન્ટના જવાબદાર વ્યક્તિ ઓ સામે પાલિકા તંત્ર કડક પગલાં ભરે અથવા તો ખાળ કૂવાનું ઉભરાતું પાણી ટેન્કર દ્વારા સફાઈ કરાવે એવી બૂમ હાલ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે.
તેમજ વર્ષોથી સોના દર્શન એપાર્ટમેન્ટ માં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય રહેતું હોય છે ત્યારે સ્થાનિક ચૂંટાયેલા સભ્યો આ બાબતનું ખાસ ધ્યાન દોરે અને સફાઈ કરાવે અને એપાર્ટમેન્ટ ના જવાબદારો સામે કાર્યવાહી કરે તે જરૂરી બની રહ્યું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment