મહિલા સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત એક બિલ્ડરના વચેટીયાને માં-બહેન સમી ગાળો આપતા હોવાનો વીડિઓ વાયરલ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સામરવરણી ગ્રામ પંચાયતની મહિલા સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત એક બિલ્ડરના વચેટીયાને માં-બહેન સમી ગાળો આપતા હોવાનો વીડિઓ વાયરલ થયો છે. પોતાને ભદ્ર સમાજની ગણતી અને સરપંચ જેવા હોદ્દા પર બેસી આવા અપશબ્દો બોલતી મહિલાનો વીડિઓ વાયરલ થયા બાદ દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. 
દાદરા નગર હવેલીમાં સામરવરણી ગામે મહિલા સરપંચ તરીકે કાર્યરત કૃતિકા અજય ભરત સેલવાસમાં પ્રશાંત ડેવલોપર્સનું લાયઝનિંગનું કામ કરતા નિલેશ નામના ઇસમ સાથે અપશબ્દો બોલી જીભાજોડી કરતી હોવાનો વીડિઓ વાયરલ થયો છે. વિડીઓમાં કોઈ ફાઇલના સહી સિક્કાને લઈને તેમજ ટેક્સની રકમને લઈને જીભાજોડી થઈ રહી છે. જેમાં સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત બેફામ ગાળો બોલી રહ્યા છે.
વિડીઓમાં જેને ગાળો અપાઈ રહી છે તે સેલવાસ-વાપીના જાણીતા પ્રશાંત ડેવલોપર્સ ગ્રુપ ના બિલ્ડર દેવસી ભાટુ ના પ્રોજેકટ માટે લાયઝનિંગનું કામ કરતો નિલેશ નામનો માણસ છે. જેને એક મહિલા સરપંચ માં-બહેનની ગાળો આપી રહી છે. હાલ આ વાયરલ વિડીઓએ સેલવાસ સહિત વલસાડ જિલ્લામાં ચકચાર મચાવી છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ મહિલા સરપંચની જીભાજોડીનો આ વીડિઓ પંચાયતના જ એક શખ્સે વાયરલ કર્યો છે. જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સામરવરણી પંચાયતની મહિલા સરપંચ 15 દિવસ માટે રજા પર ગઈ હતી. તે દરમ્યાન બિલ્ડરના વચેટીયાએ ફાઇલના કામ અર્થે ડેપ્યુટી સરપંચ પાસે સહિ-સિક્કા કરાવી લીધા હતાં. જેનો જવાબ મહિલા સરપંચે ઉપલા અધિકારીને આપવો પડ્યો હતો. જેને લઈને સરપંચનો પિત્તો ગયો હતો. અને તેણે સરપંચપદની, પંચાયતની અન્ય મહિલાની લાજ શરમ રાખ્યા વિના બિલ્ડરના વચેટિયા એવા નિલેશને બેફામ ગાળો આપી દીધી હતી. જેનો વીડિઓ બનાવી કોઈએ વાયરલ કરી દીધો છે.
જો કે અશૉભનીય વ્યવહાર અંગે પ્રશાસન તરફથી કે બિલ્ડર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો મળી નથી. પરંતુ એક ભદ્ર સમાજની એજ્યુકેટેડ મહિલા સરપંચપદ પર બેસી આ રીતે એક પુરુષ સાથે વર્તન કરતી હોય સાથે તેનો પતિ પણ સુરમાં સુર પુરાવી ગાળો બોલતો હોય ત્યારે આ ઘટના ખુબજ ગંભીર હોવાનું લોકો માની રહ્યા છે. અને ગામના અન્ય લોકો સાથે સરપંચ દંપતિનો વ્યવહાર કેવો હશે? બિલ્ડરના કૌભાંડો કેવા હશે? વચેટીયાઓના કાવાદાવા કેવા હશે તે અંગેના સવાલો આમ જનતામાં ઉઠ્યા છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close