News
નાણા, ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ ની શુભેચ્છા મુલાકાત પારડીના નામાંકિત એડવોકેટ નિલેષ ભાઈ પટેલ તથા અભિષેક પટેલે ગાંધીનગર ખાતે લીધી હતી.
ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નવા મંત્રીમંડળ ના વલસાડ જિલ્લામાંથી નાણા , ઉર્જા , પેટ્રોકેમિકલ ના કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પારડીનાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી ને કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તરીકે સમાવેશ કરતા ભાજપના કાર્યકર્તાઓ અભિનંદન પાઠવી રહ્યા છે.
ત્યારે રાજ્યના નાણા, ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ ની શુભેચ્છા મુલાકાત પારડીના નામાંકિત એડવોકેટ નિલેષભાઈ પટેલ તથા અભિષેક પટેલે ગાંધીનગર ખાતે લીધી હતી. આ મુલાકાતના સંભારણા સ્વરૂપે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે કનુભાઈ ની છબી તથા મોમેન્ટો ભેટ આપી મુલાકાતના યાદગાર બનાવી હતી. તેમણે ગુજરાતનો સમન્વય વિકાસ ને વેગવાન બનાવવા માટે સક્ષમ નેતૃત્વ મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી.
તેમજ એડવોકેટ નિલેશ પટેલ અને અભિષેક પટેલે મંત્રી જીતુભાઇ ચૌધરી અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ની પણ મુલાકાત લઇ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment