દમણમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે આજે દમણના ઉચ્ચધિકારીઓના આદેશ દમણ પોલીસ મથકની હદમાં આવતી કંપનીઓ, ચાલ માલિકો અને બેન્કિંગ સેક્ટરના અધિકારીઓ સાથે પોલીસ વિભાગની બેઠક યોજાઈ

દમણ એક પ્રવાસન સ્થળ સાથે ઔદ્યોગિક વિસ્તાર પણ છે, અહીં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજગારી અર્થે વસવાટ કરે છે, જેથી દમણમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે આજે દમણના ઉચ્ચધિકારી ઓના આદેશ અનુસાર ભેંસલોર સ્થિત કોળી પટેલ સમાજ હોલમાં દમણ પોલીસ મથકની હદમાં આવતી કંપનીઓ, ચાલ માલિકો અને બેન્કિંગ સેક્ટરના અધિકારી ઓ સાથે પોલીસ વિભાગની બેઠક યોજાઈ હતી, 
આ બેઠકમાં પોલીસ દ્વારા દરેક કંપનીઓ ચાલ માલિકોને પોતપોતાના વિસ્તારની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવા તેમજ કંપની માલિકો અને બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને બેંકો અને કંપનીઓમાં સિક્યુરિટી ગાર્ડ મુકવાની સૂચના આપવામાં આવી હતી, 
નાની દમણ પોલીસ દ્વારા તેમના હદ વિસ્તારમાં 11 બિટ્સ બનાવવામાં આવી છે, આ 11 બિટ્સ નાની દમણના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્ટાફને વહેંચી દેવામાં આવી છે, આ દરેક બીટ્સના સિનિયર અધિકારી, પીએસઆઇ કે કોન્સ્ટેબલની તમામ માહિતી બેઠકમાં ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી, કે જેથી આવનારા સમયમાં ગમે ત્યારે તેઓને કોઈ મદદની જરૂર પડે ત્યારે તેઓ તેમનો તાત્કાલિક સંપર્ક કરી શકે, 
આ ઉપરાંત પોલીસ દ્વારા દમણની કંપનીઓમાં હાલ જે પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે, અથવા તો ચાલી ઓમાં રહે છે તેમના વેરિફિકેશન માટે વેરિફિકેશન ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, આ ફોર્મમાં જે તે કંપની અથવા તો ચાલી માલિકોએ ચાલી કે કંપનીમાં કામ કરતા જે તે પરપ્રાંતીય વ્યક્તિની તમામ માહિતી ભરીને પોલીસ મથકમાં જમા કરવાની રહેશે, દમણ પોલીસ આ માહિતીને જે તે વ્યક્તિના મૂળ વતનમાં લાગતા વળગતા પોલીસ મથકોમાં વેરિફિકેશન માટે મોકલશે, અને ત્યાંથી જે તે વ્યક્તિનો મળેલો ડેતા દમણના અલગ અલગ પોલીસ મથકોમાં સાચવી રાખવામાં આવશે કે જેથી ગમે કોઈ ગુના કે અપરાધમાં કોઈ વ્યક્તિની શંકાસ્પદ ભીમિકા જણાય તો આ ડેટા પોલીસને કામ આવે, 
આજે યોજાયેલી આ બેઠકમાં અપરાધ અને ગુનાઓ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ બાબતે પોલીસે ઉપસ્થિત લોકો સમક્ષ વિસ્તૃત ચર્ચા કરી હતી, ઉપસ્થિત લોકોએ પણ પોતાના વિવિધ પ્રશ્નો પોલીસ સમક્ષ મુક્યા હતા, જેનો પોલીસ અધિકારીઓએ અપેક્ષાકૃત જવાબ આપ્યો હતો, તેમજ જયારે પણ તેઓને પોલીસની મદદની જરૂર પડે ત્યારે પોલીસ હાજર રહેશે તેવી બાંહેધરી પણ દમણ પોલીસ તરફથી આપવામાં આવી હતી,
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close