પારડી નગરપાલિકા દ્વારા ઐતિહાસિક તળાવ જળદેવી માતાજીના મંદિર પાસે વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી

કોરોના મહામારી વચ્ચે દોઢ વર્ષ બાદ આ વર્ષે પારડી નગરમાં ઠેર-ઠેર સાર્વજનિક મંડળો, સોસાયટીઓ, ઘરો માં ગણેશજીની વિધિવત ભૂદેવો ના મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે સરકારના ગાઇડલાઇન મુજબ આ વર્ષે પારનદી કે દરિયામાં વિસર્જન કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. 
જેને લઇ પારડી નગરપાલિકા દ્વારા  ઐતિહાસિક તળાવ જળદેવી માતાજીના મંદિર પાસે વિસર્જન માટે  વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં આજરોજ શનિવારના ગણપતિ બાપ્પા મોરિયા પુડચા વર્ષી લવકરીયા ના નાદ સાથે પારડીમાં દોઢ દિવસના શ્રીજીની પ્રતિમાનું ઐતિહાસિક તળાવ માં વિસર્જન કરવા માટે ભક્તો ઢોલ-નગારા સાથે સરકારની ગાઇડલાઇન મુજબ વિસર્જન માટે પહોંચ્યા હતા. જ્યાં પારડી ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટીમ ના યુવાનો દ્વારા શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રીજી એ વિદાય લેતા ભક્તોના આંખોમાં આંસુ છલકાયા હતા. 
 ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લવકરીયા ના નારા સાથે પારડી નગર ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર વિસર્જન ની તૈયારી પારડી પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ ગજાનન માંગેલા, ચંદ્રપુર ના માંગેલા સમાજની ટીમ જીગ્નેશ, સતીશ, મંગેશ, વિજય માંગેલા સેવા આપી રહ્યા છે. જો કે આ વર્ષે અહીં તળાવ માં વિસર્જન કરવા અંગે ચંદ્રપુરના તરવૈયા ની ટીમ ના જણાવ્યા મુજબ તળાવ ઊંડું નથી અને વિસર્જન માટે અનુકૂળ નથી જે માટે તેઓએ નારાજગી દર્શાવી હતી. ત્યારે તંત્ર પારનદીમાં ચંદ્રપુરની તરવૈયા ની ટીમ ને મંડળ ના મર્યાદિત 15 ભક્તો ની વિસર્જન માટે પરવાનગી આપે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close