દમણ પોલીસ દ્વારા છેલ્લા પચાસ વરસથી ગણપતિ બાપા ની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે.

નાની દમણ મુખ્ય પોલીસ સ્ટેશનમાં છેલ્લા પચાસ વરસથી ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવે છે આ સ્થાપના બાદ પોલીસ વિભાગના પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ગણપતિ બાપા ની સેવા તેમજ પૂજા આરતી કરવા માટે રાખવામાં આવે છે.
અહીં બિરાજમાન ગણપતી બાપા ના દર વર્ષે અલગ અલગ થીમ સાથે બિરાજમાન કરવામાં આવે છે સવાર ની આરતી રાત ની આરતી તેમજ દરરોજ અલગ-અલગ પ્રસાદ આવનાર ભાવિક ભક્તો માટે રાખવામાં આવે છે કોરોના ગાઈડ લાઈન ના આધારે ભાવિક ભક્તોને અંદર બાપાના દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે જેમાં દર્શને આવેલા ભાવિક ભક્તોએ ફરજિયાત માસ પહેરવો ટૂંકા કપડા પહેરીને દર્શના છે આવું નહીં ગણપતિ બાપાના પંડાલમાં આવતા પહેલા હાથ સેનેટાઈઝર થી સાફ કરવા તેમજ બુટ ચપ્પલ બાર રાખીને social distortion સાથે મંદિરના પંડાલમાં આવવું આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવા માટે દિવસે ત્રણ પોલીસ કર્મીઓ અને રાત્રી દરમ્યાન બે પોલીસકર્મીઓ સેવામાં ઉભા હોય છે.
આ ગણપતિ સ્થાપના અને વિદાય ના તમામ ખર્ચ નાની દમણ પોલીસ ઉઠાવે છે અહી બિરાજમાન ગણપતિ બાપાના દર્શન કરવા માટે દમણ જિલ્લાના તમામ લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે સાથે ઉમરગામ તાલુકાના અમુક ગામો વાપી તાલુકાના અમુક ગામો અને પારડી તાલુકાના અમુક ગામોના લોકો અહીં બાપાના દર્શન કરવા એકવાર જરૂર આવે છે કોરોના મહામારી વચ્ચે મહાપ્રસાદનું આયોજન બંધ રાખેલ હોય એ પહેલા વિસર્જનના સમય દરમિયાન દાદા ના વિસર્જન બાદ મહાપ્રસાદનું પણ આયોજન થતું હતું પરંતુ હાલમાં કોરોના મહામારી આ આયોજન રદ કરવામાં આવ્યું છે.
નાની દમણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સોહીલ જીવાણી એ જણાવ્યું હતું કે "અમારા પહેલા અનેક અધિકારીઓ આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગયા છે તેઓના સમયથી ગણપતિ બાપા ની સ્થાપના અહીં કરવામાં આવે છે અને વાજતે ગાજતે વિસર્જન કરી ધન્યતા અનુભવીએ છીએ" દમણ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન ગણપતી બાપા ના દર્શનાર્થે આવેલા ટંડેલ પરિવારે જણાવ્યું હતું કે અમો પરિવાર સાથે છેલ્લા ૨૫ વર્ષથી દર્શને આવીએ છીએ દાદાના દર્શન કરી અમે અમારા પરિવારના અને સગા સંબંધી તેમજ દમણ માં વસતા તમામ લોકો માટે દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ અને સુખ શાંતિથી તમામ લોકોની ઘરે રિદ્ધિ સિદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી અમે અમારા જીવનમાં ધન્યતા અનુભવી એ છીએ.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close