રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ - ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીશ્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને શપથ લેવડાવ્યા .

જ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળ ના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ શ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. 
રાજ્યપાલશ્રી સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી જીતેન્દ્રભાઇ વાઘાણી, શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી પૂર્ણેશકુમાર મોદી, શ્રી રાઘવજી ભાઇ પટેલ, શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી પ્રદીપભાઇ પરમાર, શ્રી અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નવા મંત્રીઓ

1. ભુપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી 
2. રાજેન્દ્ર ત્રિવેદી – (રાવપુરા વડોદરા) બ્રાહ્મણ (કેબીનેટ) 
3. જીતું વાઘાણી – (ભાવનગર પશ્ચિમ) લેઉઆ પટેલ (કેબીનેટ) 
4. ઋષિકેશ પટેલ – (વિસનગર – મહેસાણા) લેઉઆ પટેલ (કેબીનેટ) 
5. પુર્ણેશ મોદી – (સુરત પશ્ચિમ) ઓબીસી (કેબીનેટ) 
6. રાઘવજી પટેલ – (જામનગર) લેઉઆ પટેલ (કેબીનેટ) 
7. કનુ દેસાઈ – પારડી – બ્રાહ્મણ (કેબીનેટ) 
8. કિરીટસિંહ રાણા – લીંબડી – ક્ષત્રિય (કેબીનેટ) 
9. નરેશ પટેલ – ગણદેવી – ST (કેબીનેટ) 
10. પ્રદીપ પરમાર – અસારવા અમદાવાદ – ST (કેબીનેટ) 
11. અર્જુનસિંહ ચૌહાણ – મહેમદાબાદ – OBC (કેબીનેટ) 
12. હર્ષ સંઘવી - મજુરા સુરત – જૈન (સ્વતંત્ર હવાલો) (રાજ્યકક્ષા) 
13. જગદીશ પંચાલ – નિકોલ – ઓબીસી (રાજ્યકક્ષા) 
14. બ્રિજેશ મેરજા – મોરબી – લેઉઆ પટેલ (રાજ્યકક્ષા) 
15. જીતુભાઈ ચૌધરી કપરાડા – ST (રાજ્યકક્ષા) 
16. મનીષાબેન વકીલ – વડોદર – sc (રાજ્યકક્ષા) 
17. મુકેશ પટેલ – ઓલપાડ – કોળી પટેલ (રાજ્યકક્ષા) 
18. નીમીશાબેન સુથાર – મોરવાહડફ – ST (રાજ્યકક્ષા) 
19. અરવિંદ રૈયાણી – રાજકોટ – લેઉઆ પટેલ (રાજ્યકક્ષા) 
20. કુબેર ડીંડોર – સંતરામપુર – ST (રાજ્યકક્ષા) 
21. કિર્તીસિંહ વાઘેલા – કાંકરેજ – ક્ષત્રીય (રાજ્યકક્ષા) 
22. ગજેન્દ્રસિંહ પરમાર – પ્રાંતિજ – ઓબીસી (રાજ્યકક્ષા) 
23. રાઘવજી મકવાણા – મહુવા ભાવનગર – કોળી (રાજ્યકક્ષા) 
24. વિનોદ મોરડિયા – કતારગામ – પટેલ (રાજ્યકક્ષા) 
25. દેવા માલમ – કેશોદ – કોળી (રાજ્યકક્ષા) ]
જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રીમતી મનીષાબહેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતાં. 
 જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી નિમીષાબહેન સુથાર, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર. સી. મકવાણા, શ્રી વિનોદભાઇ મોરડીયા અને શ્રી દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.  
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ભાજપા ના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી શ્રી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાન સભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક શ્રી પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ ધારાસભ્ય શ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું. 
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close