પારડી ચીવલ રોડ પાસે એક ગાય ની પ્રસુતિ અને ગાયમાતા નું દિલ બહાર નીકળી આવતા જેની સારવાર કરી ગૌપ્રેમીઓ એ જીવનદાન આપ્યું

પારડી ચીવલ રોડ પાસે એક ગાય ની પ્રસુતિ અને ગાયમાતા નું દિલ બહાર નીકળી આવતા જેની સારવાર કરી ગૌપ્રેમીઓ એ જીવનદાન આપ્યું છે. ચીવલરોડ નાની તાઇવાડ માંથી એક વ્યક્તિનો ગૌપ્રેમી પાલિકા ના માજી સભ્ય કીર્તિ ભંડારી ને ફોન આવ્યો હતો કે અહીં એક ગાય પ્રસુતિ થી પીડાઈ રહી છે. 
તાત્કાલિક કીર્તિ ભંડારી એ આહીર સમાજ ના જયસિંગ ભરવાડ નો સંપર્ક કર્યો હતો. આહીર સમાજ ના ભાઈઓ ઘટના સ્થળે આવી પહોંચી ગાય ને જોતા દિલ બહાર નીકળી આવ્યું હતું અને તેની પ્રસુતિ એક દિવસ અગાઉ જ થઇ ગઈ હતી. જેની સારવાર માટે ડોક્ટરને જાણ કરી હતી. જો કે ગાય ને પકડવા માટે બજારમાં નાસભાગ કરતા ગૌમાતા નું દિલ વધારે બહાર નીકળી આવ્યું હતું. ભારે જેહમત બાદ ગાય ને પકડી સ્થળ પર જ ગાય નું દિલ સહી સલામત રીતે બેસાડવામાં આવ્યું હતું.
 ત્યારે પશુપાલકો મૂંગા પશુઓને છોડી મુકતા હોય છે. આવા પશુ માલિકો ને કીર્તિ ભંડારી એ અપીલ કરી હતી કે પશુઓની સારવાર ન થતી હોય તો ગૌપ્રેમીઓનો સંપર્ક કરી પશુઓને સોંપી શકે છે. અથવા તો પશુઓનું ધ્યાન રાખી સલામત રાખવા અપીલ કરી હતી. જેથી આવી ઘટના બનતા અટકી શકે.
 આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close