News
પારડી બાલાખાડીના અન્ય એક ભાજપના બીજલ ઉર્ફે મુન્નો દેસાઈ એ પારડી શહેર ભાજપ સંગઠન માંથી પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું
પારડી શહેર ભાજપ માંથી આજરોજ પારડી નગર પાલિકાના વર્તમાન વીજળી સમિતિ ના ચેરમેન અને પારડી શહેર ભાજપ સંગઠન મંત્રી કિરણ મોદી એ વારંવાર ઉપેક્ષા થતી હોવાનું કારણ દર્શાવી રાજીનામુ ધરી દેતા પારડી માં ફરી એક ભૂકંપ સર્જાયો છે.
તેમજ અન્ય એક પારડી બાલાખાડીના અન્ય એક ભાજપના બીજલ ઉર્ફે મુન્નો દેસાઈ એ પારડી શહેર ભાજપ સંગઠન માંથી પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ થોડા દિવસ અગાઉ પારડી શહેર ભાજપ પૂર્વ મહામંત્રી અને નોટરી એડવોકેટ વિજય શાહે પણ થોડા દિવસ અગાઉ જ રાજીનામુ આપ્યું હતું. જેમાં તેઓ એ પોતાની નારાજગી અનેક આક્ષેપો કર્યા હતા. ત્યારે આગામી 13 સપ્ટેમ્બર ના રોજ આપ પાર્ટી માં તેઓ જોડાઈ રહ્યા છે.
જેને લઇ પારડી શહેર ભાજપ માં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આજરોજ કિરણ શશીકાંત મોદી અને બીજલ ઉર્ફે મુન્નો કિશોરચંદ્ર દેસાઈ એ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા ને રાજીનામુ આપ્યું હતું. જેની કોપી સોસીયલ મીડિયામાં વાયરલ થઇ હતી. ત્યારે પારડી શહેર માં આપ પાર્ટી દ્વારા ભાજપ ના નારાજ કાર્યકર્તા ઓ ને આપ પાર્ટી માં જોડાવા આપ પાર્ટીના નેતાઓ કમર કસી રહ્યા છે. જેને લઇ આવનાર દિવસોમાં પારડીમાં આપ પાર્ટી નું વાતાવરણ સર્જાય તો નવાઈ નહીં.
Previous article
Next article
Leave Comments
Post a Comment