શ્રદ્ધાળુ ભક્તોએ માટીની શ્રીજીની પ્રતિમા મૂર્તિકાર સચિન રાણા ના ત્યાંથી શ્રીજી ની મૂર્તિને પારડી સાંઈ શાંગ્રીલા સોસાયટીમાં ભક્તો લઈને આવી સ્થાપના કરવામાં આવી

કોરોના કાળમાં આજથી ગણેશોત્સવ નો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે પારડી શહેરમાં વિવિધ સાર્વજનિક મંડળો, સોસાયટી, ઘરે-ઘરે ગણેશ ચોથ ના પવિત્ર દિવસે શ્રદ્ધાળુ ભક્તોએ માટીની શ્રીજીની પ્રતિમા મૂર્તિકાર  સચિન રાણા ના ત્યાંથી શ્રીજી ની મૂર્તિને પારડી સાંઈ શાંગ્રીલા સોસાયટીમાં ભક્તો લઈને આવી સ્થાપના કરવામાં આવી હતી. 
ત્યારબાદ ભૂદેવો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.  પારડી સાંઈ શાંગ્રીલા સોસાયટી સુલભનગર માં આ વર્ષે કોરોના મહામારી વચ્ચે સરકારના કોરોના ગાઇડલાઇન ના નિયમો માં સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટરાઇઝ, વેક્સિનેશન તેમજ કોરોના વોરિયર્સ ડોક્ટર, નર્સ, પોલીસ, આર્મી, ના થીમ નું ડેકોરેશન કરી પારડી નગર માં આકર્ષણ જમાવ્યું છે. 
દરેક ભક્તો એ ફરજીયાત માસ્ક પહેરી ને લોકો ને જાગૃત કર્યા હતા. ગણેશજીની સ્થપના પ્રસંગે સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન પૃથ્વીસ પટેલ, સેક્રેટરી અંકિત દેસાઈ, સહ  સેક્રેટરી ભદ્રેશ પટેલ, ટ્રેઝરર ડી.ડી. પરમાર, અમિત દેસાઈ, ધર્મેશ મોદી, કેતન ભટ્ટ, સોસાયટીના વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, નાના ભૂલકાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close