પારડી પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના મર્ડર કેસનો વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પડ્યો હતો.

પારડી પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ડુંગરી ગામે થી એક સ્વીફ્ટ કાર માં બે શખ્શ દારૂના નશામાં મળી આવતા જેમાં એક મહારાષ્ટ્ર રાજ્યના મર્ડર કેસનો વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પડ્યો હતો. જેમાં અન્ય એક દારૂ નો  નશો કરેલ જેના વિરુદ્ધ પારડી પોલીસે ગુનો નોંધ્યો હતો. 
 પારડી તાલુકાના ડુંગરી બેરવાડ ફળિયા ત્રણ રસ્તા પાસે સ્વીફ્ટ કાર માં બે ઈસમ નશાની હાલતમાં એક આરોપી મરાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના નવાપુર પોલીસ સ્ટેશન માં બાતમીદાર ના મર્ડરનો વોન્ટેડ આરોપી હોવાનું બહાર આવ્યું હતું. બાતમી ના આધારે પારડી પોલીસ મથકના સિનિયર પીએસઆઇ કે.એમ. બેરિયા ની ડી સ્ટાફ ના પ્રતિપાલસિંહ, દશરથ, બિપિન, પ્રદીપ વગેરે ની ટીમે ડુંગરી ગામે જઈ તપાસ કરતા એક સ્વીફ્ટ કાર ન. જી.જે. 05 જે.એસ. 1551 માં બે ઈસમ નશાની હાલતમાં મળી આવ્યા હતા. 
જેમાં એક મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર પોલીસ મથકનો મર્ડરનો વોન્ટેડ આરોપી વિશાલ સંજય ચૌધરી હાલ રહે. નવસારી જિલ્લો મૂળ રહે. મહારાષ્ટ્ર ધુલીયા અને અન્ય એક મયુર કાનજી કાતરીયા રહે. નવસારી, મૂળ રહે. ભાવનગર ના ઓ ને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા અગાઉ બંને આરોપી વિરુદ્ધ નવસારી જિલ્લામાં મારામારી તેમજ પ્રોહિબિશન ના ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાનું બહાર આવ્યું હતું.
 પારડી પોલીસ મથકે મહારાષ્ટ્ર નવાપુર પોલીસ મથકની ટીમ આવી પહોંચી હતી જેમાં હત્યા નો આરોપી વિશાલ ચૌધરી ને ઉંચકી ગઈ હતી. ઘટના ને પગલે પારડી પોલીસે મયુર કાતરીયા સામે પીધેલ હાલતમાં મળી આવતા તેના વિરુદ્ધ કેસ નોંધી આગળની તપાસ પારડી પોલીસે હાથ ધરી છે. 
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close