સારા અલી ખાને સો.મીડિયામાં તસવીરો શૅર કરી છે. આ તસવીરો તે માલદીવ્સ ગઈ તે સમયની છે.

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન થોડાં સમય પહેલાં માલદીવ્સ ગઈ હતી.સારાએ સો.મીડિયામાં માલદીવ્સની કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તે ઓરેન્જ-પિંક બિકીનીમાં જોવા મળી હતી.
સારાએ સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તે માલદીવ્સના બીચ પર જોવા મળે છે. તેણે પિંક તથા ઓરેન્જ રંગની બિકીની પહેરી હતી. આ તસવીરો શૅર કરીને સારાએ કહ્યું હતું, 'ફક્ત હૃદયથી તમે આકાશને સ્પર્શી શકો છો.'
બિકીની તસવીરો શૅર કરી તે પહેલાં સારાએ નિયોન બીચવેર પહેર્યાં હતાં, જેમાં તે ઘણી જ સ્ટનિંગ લાગતી હતી.સારા અલી ખાન ફિલ્મ 'અતરંગી રે'માં અક્ષય કુમાર તથા ધનુષ સાથે જોવા મળશે. 
સારા પહેલી જ વાર અક્ષય કુમાર તથા ધનુષ સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાનનું છે. ફિલ્મના ગીતો હિમાશું શર્માએ લખ્યા છે. 
ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે માર્ચમાં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કોરોનાને કારણે શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબર, 2020માં ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
 સારા છેલ્લે ફિલ્મ 'કુલી નંબર 1'માં જોવા મળી હતી. ડેવિડ ધવનની આ ફિલ્મમાં વરુણ ધવન હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.





Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close