ગુરુવારે યોજાયેલ શપથવિધિ કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈએ કેબિનેટ મંત્રી માં શપથ લીધા હતા. જેને લઈ પારડી ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

વલસાડ જિલ્લાના રાજકારણમાં ભીષ્મપિતા ગણાતા કનુભાઈ દેસાઈને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કેબિનેટ મંત્રી મંડળમાં નાણાં મંત્રી તરીકે સ્થાન મળતા ગુરુવારે યોજાયેલ શપથવિધિ કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈએ કેબિનેટ મંત્રી માં શપથ લીધા હતા. જેને લઈ પારડી ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પારડી ના ધારાસભ્ય કનુંભાઈ દેસાઈ ને કેબિનેટ મંત્રી મંડળ માં નાણાં મંત્રી તરીકે સ્થાન મળતા તેમના સમર્થકો એ પારડી ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઢોલ ના તાલે નાચી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. જયારે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને મંત્રી મંડળ માં પાણી-પુરવઠા ના મંત્રી તરીકે સમાવેશ કરતા ઢોલ-નગરા સાથે પારડી શહેર અને પારડી તાલુકાના કાર્યકર્તાઓએ ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, મહામંત્રી પ્રણવ દેસાઈ, કેતન પ્રજાપતિ, ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, અલી અન્સારી, ભાવનાબેન અજીતભાઈ ભંડારી, ફાલ્ગુનીબેન ભટ્ટ, અશોક પ્રજાપતિ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, મહામંત્રી મુકેશ પટેલ, પુનિત પટેલ, તા.પ. પ્રમુખ મિત્તલબેન પટેલ, ગોઈમના બ્રિજેશ પટેલ, હર્ષદ ભંડારી, નિલેશ ભંડારી, કિરણ મોદી, ઇકબાલ મલેક, આસિફ શેખ, વગેરે ભાજપ ના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા. 
કનુભાઈ દેસાઈના રાજકીય કારકિર્દી અને તેના જીવનના અન્ય પાસાઓ વ્યક્તિત્વ અંગે વાત કરીએ તો કનુભાઈ દેસાઈનો જન્મ અને ઉછેર પારડી તાલુકાના ઉમરસાડીમાં થયો છે.  હાલમાં તે વાપી ખાતે રહે છે.  તેણે બી.કોમ પૂર્ણ કર્યું છે. તેનો જન્મ 03.02.1951 ના રોજ થયો હતો.  તેઓ 1974 થી 2014 સુધી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ (UPL) સાથે વાઇસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ બાબતો) છે જેમાં ઔદ્યોગિક વહીવટ અને કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ શામેલ છે. તેનો કાર્યભાર સાંભળે છે.  હાલમાં તે કંપનીમાં કોર્પોરેટ બાબતોના ડિરેક્ટર છે.  
ગુજરાતમાં વલસાડ જિલ્લાના પારડી ખાતે 1973 માં વિદ્યાર્થી તરીકે "નવનિર્માણ એજીટેશન" માં સક્રિય ભાગ લીધો હતો.  તેઓ 1973 થી ભાજપ અને જનસંઘ સાથે સંકળાયેલા છે. તેઓ 2006 થી 2009 સુધી વાપી નોટિફાઇડ મંડળમાં કોશાધ્યાક્ષ તરીકે નિમણૂક પામ્યા છે. 2009 થી 2012 સુધી તેઓ વલસાડ જિલ્લા કોષાધ્યક્ષ તરીકે પણ નિમણૂક પામ્યા હતા. તેઓ 2012 માં પારડી -180 મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ વર્ષ 2017માં પણ પારડી વિધાનસભામાં જંગી બહુમતથી ચૂંટણી જીત્યા છે. સતત બીજી ટર્મ માટે ભાજપ વલસાડ જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close