News
કોલક ગામના પીર ફળિયા પ્રગતિ મંડળ દ્વારા સાત દિવસના શ્રીજીની પ્રતિમાનું આજરોજ ગુરુવારના વિસર્જન કરવામાં આવ્યું
પારડી તાલુકાના કોલક ગામના પીર ફળિયા પ્રગતિ મંડળ દ્વારા સાત દિવસના શ્રીજીની પ્રતિમાનું આજરોજ ગુરુવારના વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં વિસર્જન ના દિવસે સવારે ભૂદેવો ના મંત્રોચ્ચાર સાથે કથા-પૂજા અર્ચના માં જોડાઓ બેઠા હતા.
ત્યારબાદ બપોરના એક કલાકે પૂજાની પુર્ણાહુતી કરી ભક્તો ને પ્રસાદ વહેંચી ગણપતિ બાપ્પા મોરિયા પુડચ વરસી લવકરીયા ના નાદ સાથે કોલક ગામ ગુંજી ઉઠતા ધાર્મિક વાતાવરણ છવાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત માજી પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલે કોલક ગામ અને વિશ્વ કોરોના મહામારી દૂર થાય અને સર્વ નું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પ્રાર્થના કરી હતી. અને કોલક ગ્રામજનો ને ગણેશોત્સવ નિમિતે શુભકામના પાઠવી હતી.
ગણપતિજી ની સ્થાપના ને લઇ ગામના યુવાનો, બાળકો, વડીલો માં ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલક ના દરિયા કિનારે શ્રીજી ની પ્રતિમાનું ઢોલ-નગારા ના નાચગાન સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન ના દિવસે પૂજા-અર્ચના કરી ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લવકરીયા ના નાદ સાથે અશ્રુભીની આંખે બાપ્પા ને ભક્તો એ વિદાય આપી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment