News
પારડી તાલુકાના ઉદવાડા આરએસ ઝંડાચોક પાસે ના માર્ગો કેટલાક માસ થી બિસમાર હોવાની બૂમરામણ ઉઠી હતી
પારડી તાલુકાના ઉદવાડા આરએસ ઝંડાચોક પાસે ના માર્ગો કેટલાક માસ થી બિસમાર હોવાની બૂમરામણ ઉઠી હતી જેને લઇ આર એન્ડ બી વિભાગ દ્વારા માર્ગ ના ખાડાઓ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ R & B દ્વારા કરાયેલ કામગીરી 2 દિવસ માં ફરી ખાડા પડતા જૈસે થે જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોમાં નારાજ ગી પ્રસરી રહી છે.
માર્ગ પર ઠેર-ઠેર ખાડાઓ પડવાથી રોજના અવર જવર કરતા વાહનચાલકો ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ઉદવાડા રેલવે સ્ટેશન થી ઉદવાડા ગામને જોડતા રસ્તાની હાલત ખસ્તેહાલ થતા હેરિટેજ રેલ્વે સ્ટેશનની બહાર પગ મુકો એટલે ખાડાઓનુ નગર શરૂ થયું હોય તેવું પ્રતીત થાય છે. ઝંડાચોક ફાટક ઉદવાડા થઇ ને દમણ તરફ જવા માટે આ માર્ગ નો રોજના હજારો ની સંખ્યામાં વાહનોની અવર જ્વર થતી હોય છે. અને ખાડાઓ દિન-પ્રતિદિન ખાડા માં વધારો થતો જાય છે.
આ સમસ્યા અંગે આર એન્ડ બી ના વાપી-પારડીના ઇન્ચાર્જ અધિકારી જતીનભાઈ એ ખાડાઓનું સમારકામ કરવામાં આવશે હોવાનું તેઓએ જણાવ્યું હતું. R & B દ્વારા કરાયેલ કામગીરી 2 દિવસ માં ફરી ખાડા પડતા પરિસ્થિતિ જેવી હતી તેવી જ રહેતા વાહનચાલકો માં રોષ ઉઠવા પામ્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment