News
ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની શપથવીધિ યોજાય તેવી પૂરી સંભાવના છે. વલસાડ જિલ્લામાંથી કનુભાઇ દેસાઇ પારડી ધારાસભ્ય અને જીતુ ચૌધરી કપરાડા ધારાસભ્ય નો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી સંભાવના ??
ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની શપથવીધિ યોજાય તેવી પૂરી સંભાવના છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આજ રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શપથવિધિમાં આત્મારામ પરમાર, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, સી. કે રાઉલજી, નિમિષા સુથાર, જગદીશ પંચાલ, કિરીટસિંહ રાણા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, ઋષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને જીતુ ચૌધરી વગેરે નેતાઓ શપથ લઇ શકે તેવી શક્યતા છે.
ફાઈલ તસવીર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની જે શપથવિધિ આવતી કાલે 16 તારીખના રોજ યોજાવાની હતી તે આજે ગાંધીનગરમાં યોજાશે. તે માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. ત્યારે શપથવિધિની ગણતરીના કલાકો પહેલાં જ ગાંધીનગર પહોંચેલા ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે ફોન કરીને જાણ કરવામાં આવશે. 25થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.
નવી સરકારના સંભવિત મંત્રીઓ
નીમાબહેન આચાર્ય- ભૂજ
જગદીશ પટેલ- અમરાઈવાડી
શશીકાંત પંડ્યા- ડીસા
રૂષિકેશ પટેલ- વિસનગર
ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ
ગોવિંદ પટેલ- રાજકોટ
આર.સી.મકવાણા- મહુવા
જીતુ વાઘાણી- ભાવનગર
પંકજ દેસાઇ- નડીયાદ
કુબેર ડિંડોર- સંતરામપુર
કેતન ઇનામદાર- સાવલી
મનીષા વકિલ- વડોદરા
દુષ્યંત પટેલ- ભરૂચ
સંગીતા પાટીલ- સુરત
મોહન ઢોડિયા- મહુવા
નરેશ પટેલ- ગણદેવી
કનુભાઈ દેસાઈ- પારડી
જાણો નવા પ્રધાનમંડળમાં કોના પત્તા કપાશે?
નીતિન પટેલ
આર.સી. ફળદુ
કૌશિક પટેલ
ઈશ્વર પરમાર
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
બચુ ખાબડ
વાસણ આહિર
કિશોર કાનાણી
યોગેશ પટેલ
ધર્મેન્દ્રસિંહ જાડેજા
ઈશ્વર પરમાર
વિભાવરી દવે
કુંવરજી બાવળિયા
ઈશ્વર પટેલ
જવાહર ચાવડા
રમણ પાટકર
કોને-કોને મળશે ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ?
ગણપત વસાવા
પ્રદિપસિંહ જાડેજા
જયેશ રાદડિયા
દિલીપ ઠાકોર
સૌરભ પટેલ
નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાની શક્યતા છે અત્રે નોંધનીય છે કે, નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે જ્યારે કે 12થી 14 જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાન મંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના પ્રધાનમંડળમાંથી ફક્ત પાંચ કે છ પ્રધાનોનો જ નવી કેબિનેટમાં સમાવેશ થાય તેવી શક્યતા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment