News
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ ને લઇ આભ ફાટ્યું જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. જેમાં પારડી પારનદી અને વલસાડ ઔરંગા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ ને લઇ આભ ફાટ્યું જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.
જેમાં પારડી પારનદી અને વલસાડ ઔરંગા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વલસાડ જિલ્લામાં પડી રહેલ મુશળધાર વરસાદ ને કારણે જિલ્લા ની નદીઓ માં ઘોડાપુર જોવા મળી રહી છે જિલ્લા ની ઔરંગા નદી,પાર નદી,કોલક નદી અને દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે ઔરંગા નદીમાં પાણી વધતા વલસાડ અને ખેરગામ ને જોડતો મુખ્ય બ્રિજ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.
સાથે વલસાડ ઔરંગા નદી પર આવેલ બંદર ઉપર પાણી ફરી વળ્યા હતા વહીવટી તંત્ર દ્રારા નદી કિનારે પોલીસ બંદોબસ્ત ગોળઠવી લોકો ને નદી કાંઠા થી દુર રાખવામાં આવી રહયા છે તો લોકો ને જિલ્લા કલેકટર દ્રારા અપીલ કરવામાં આવી છે. જયારે પારડી પારનદી માં મેઘરાજા નું તાંડવ સાથે ભારે વર્ષા ને લઈ પારનદીનો ઐતિહાસિક નાનો પુલ પાણી માં ગરકાવ થયો હતો.
જેને જોવા પારડી- અતુલ ના સ્થાનિક લોકો કુદરતી પાણી નો નજારો નિહાળવા ઉમટી પડ્યા હતા. આ સાથે વલસાડ ના ઔરંગા નદી કિનારે આવેલા તમામ વિસ્તારમાં નિચાણવાળા વહીવટી તંત્ર દ્રારા એલર્ટ આપવામાં આવ્યું છે તો વલસાડ મામલતદાર દ્રારા પણ સ્થળ પર જઈ લોકો ને સાવચેત રહેવાના સૂચનો આપવામાં આવી રહયા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment