ફરી એક વખત ભારતીય જળ સીમામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને મોટી સફળતા મળી

ફરી એક વખત ભારતીય જળ સીમામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને મોટી સફળતા મળી છે. ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 250 કરોડ રૂપિયા થાય છે, સાથે જ 7 ઇરાની નાગરિકોને પણ બોટ પરથી ઝડપી લેવાયા છે.
.                         ફાઈલ તસવીર
જેઓ માછીમારોના વેશમાં ભારતમાં ડ્રગ્સનો આ જથ્થો ઘૂસાડી રહ્યાં હતા.થોડા દિવસ પહેલા પણ મુદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત 4 હજાર કરોડ રૂપિયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અગાઉ પણ કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટો ઝડપાઇ ચુકી છે જેમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. પાકિસ્તાનથી વાયા અન્ય દેશોમાં થઇને પણ ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ભારતમાં કઇ ગેંગને પહોંચાડવાનો હતો આ મામલે વધુ માહિતી ટૂંક સમયમાં જ સામે આવશે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close