News
IPL 2021ના બીજા તબક્કાની શરૂઆત યુએઈમાં થશેપ્રથમ મેચ CSK અને MI વચ્ચે રમાશે MI ની ટીમમાં મોહસિન ખાનના સ્થાને રૂશ કલારિયાને અપાયું સ્થાન મુંબઈની ટીમમાં સામેલ થયો ખેલાડી
ગઈ વખતે ચેમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સે સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈજાગ્રસ્ત મોહસિન ખાનના સ્થાને પોતાની મુખ્ય ટીમમાં ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર રૂશ કલારિયાને સ્થાન આપ્યું છે.
કલારિયા મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સાથે બેક અપ ખેલાડી તરીકે અબુ ધાબી ગયો હતો અને 28 વર્ષીય ખેલાડીએ પોતાનો પ્રથમ આઈપીએલ કરાર પણ પ્રાપ્ત કર્યો હતો.
કલારિયા 2012 આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની અંડર-19 ટીમનો ભાગ હતો. કલારિયા 2012માં પદાર્પણ કર્યા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાતના મહત્વના ખેલાડી રહ્યાં છે. કલારિયાની શનિવારે ટ્રેનિંગ સત્ર દરમ્યાન ટીમમાં પસંદગી કરવામાં આવી.
આઈપીએલ 2021ની ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. જ્યારે પ્રથમ ક્વોલિફાયર 10 ઓક્ટોબરે દુબઈમાં આયોજીત થશે. તો એલિમિનેટર અને બીજો ક્વોલિફાયર અનુક્રમે 11 અને 13 ઓક્ટોબરે શારજાહમાં રમાશે.
આઈપીએલ 2021ના પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટની સાથે ટોપ પર છે. દિલ્હી કેપિટલ્સે 8 મેચોમાંથી 6 મેચોમાં જીત પ્રાપ્ત કરી હતી. બીજા નંબરે ચેન્નઈ સુપર કિંગ્સ છે. જેના 10 પોઈન્ટ છે. સીએસકેએ 7 મેચોમાંથી 5 મેચોમાં જીત મેળવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment