તા.૨૫મીએ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના બોર્ડના સભ્‍યોની સામાન્‍ય ચૂંટણી યોજાશે

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તાઃ૨૨: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્‍ત ઉપક્રમે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૩(૨) વર્ગ-ખ ચૂંટાયેલા સભ્‍યોના ખંડ-(૧) થી ખંડ-(૯)માં નિર્દેશ કરેલ સંવર્ગો અનુસાર બોર્ડના સભ્‍યોની સામાન્‍ય ચૂંટણી તા.૨૫/૦૯/ ૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૦૮:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી યોજાનાર છે. વલસાડ જિલ્લામાં ડી.સી.ઓ. સાર્વજનિક હાઇસ્‍કુલ, કિલ્લા પારડી, યુનિટ-૧, ડી.સી.ઓ. સાર્વજનિક હાઇસ્‍કુલ, કિલ્લા પારડી, યુનિટ-૨ તેમજ આર.જે.દમનવાલા હાઇસ્‍કુલ, કિલ્લા પારડી એમ ત્રણ સ્‍થળોએ યોજાનાર છે. બોર્ડની સામાન્‍ય ચૂંટણીમાં ઉમેદવારને મતદાનપત્રો ચૂંટણી અધિકારી અને સચિવશ્રી, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી આપવામાં આવશે, તે જ મતદાનપત્ર ધરાવતા ઉમેદવારોને મતદાન મથક પર પ્રવેશ આપવામાં આવશે. આ ચૂંટણી ખંડ-૧, ૨, ૩, ૫, ૬, ૮, ૯ માટે યોજાશે આ સામાન્‍ય ચૂંટણીના મતદારોએ ઓળખ પુરાવા માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાયવિંગ લાઈસન્‍સ, પાનકાર્ડ, પાસપોર્ટ, રાજ્‍ય/કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું ફોટાવાળું ઓળખપત્ર, શાળાના સંચાલક મંડળ અને શાળાના આચાર્યશ્રી દ્વારા સંયુક્‍ત રીતે શાળાના લેટર હેડ પર આપવામાં આવેલું ફોટા સહિતનું ઓળખપત્ર પૈકી કોઇપણ એક આધાર-ઓળખ તરીકે મતદાન મથક પર રજૂ કરવાના રહેશે.
હાલની કોવિડ-૧૯ ની સામાન્‍ય થતી પરિસ્‍થિતિ ધ્‍યાને લેતાં ઉક્‍ત તબક્કાઓની તારીખો આ મુજબ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર મત નોંધવા માટેની તારીખ(મતદાન તારીખ) ૨૫/૦૯/૨૦૧ને શનિવાર, મત ગણતરીની તારીખ ૨૮/૦૯/૨૦૨૧ને મંગળવાર, પરિણામની જાહેરાતની તારીખ ૨૮/૦૯/૨૦૨૧ને મંગળવાર, ચૂંટાયેલા ઉમેદવારોના નામ રાજ્‍યપત્રમાં પ્રસિધ્‍ધ કરવાની તારીખ ૩૦/૦૯/૨૦૨૧ને ગુરુવારે રહેશે. આ ચૂંટણીનું રાજ્‍ય કક્ષાએ સંપૂર્ણ આયોજન ચૂંટણી અધિકારીશ્રી અને સચિવશ્રી, ગુજરાત માધ્‍યિમક અને ઉચ્‍ચતર માધ્‍યિમક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના ડી. એસ. પટેલ અને જિલ્લા કક્ષાએ સંપૂર્ણ આયોજન જિલ્લા મતદાન મથકના પ્રમુખ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કે. એફ. વસાવા દ્વારા કરવામાં આવ્‍યું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close