News
IPLની 'એલ-ક્લાસિકો' UAEમાં સતત ચોથી ફિફ્ટી સાથે ઋતુનું 'રાજ', પાવર-પ્લેમાં ધરાશાયી થયા બાદ ચેન્નઈનો વળતો પ્રહાર; 20 રનથી MIને હરાવ્યું
IPL 2021ના બીજા ફેઝમાં ચેન્નઈએ શાનદાર શરૂઆત કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સે ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજની (88*) આક્રમક ઈનિંગના પરિણામે 20 રનથી મેચ જીતી લીધી છે. આ જીત સાથે જ CSKની ટીમ (12 પોઈન્ટ) પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 6 વિકેટના નુકસાન પર 156 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 8 વિકેટે 136 રન જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર જ રહી છે.
જો આપણે મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા CSKની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમે માત્ર 24 રનના સ્કોર પર તેની 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારપછી ગાયકવાડે જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ નોંધાવી ટીમને એક સન્માન જનક સ્કોર સુધી પહોંચાડી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment