News
ગેસ્ટહાઉસ અને હોટલ માલિકોએ એપ ડાઉનલોડ ન કરી ગ્રાહકોની એન્ટ્રી ન કરતા પોલીસે 12 સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
કલેક્ટરે જાહેરનામું બહાર પાડી હોટલોના માલિકોએ તેમના ત્યાં આવતા ગ્રાહકોની PATHIK એપમાં એન્ટ્રી કરવા જણાવ્યું હતું. બહારથી આવતા ગુનેગારો અંગે પોલીસ જાણી શકે અને અનિચ્છનિય પ્રવૃત્તિ અટકાવી શકાય. વાપી બજારના ગેસ્ટહાઉસ અને હોટલ માલિકોએ એપ ડાઉનલોડ ન કરી ગ્રાહકોની એન્ટ્રી ન કરતા પોલીસે 12 સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિનોદ પટેલ દિપક ગેસ્ટ હાઉસ બજાર રોડ, મેનેજર ભાવેશ પટેલ રહે.વટાર ગામ હોટલ પ્રવેશ એમ.જી.રોડ, અય્યુબ મંસુરી મેનેજર ઓનેસ્ટ ગેસ્ટ હાઉસ, અલ્લારખા મંસુરી માલિક સહકાર ગેસ્ટ હાઉસ, યુસુફ ગોદાલ માલિક હોટલ આદર્શ, બિમલ દત્તા હોટલ ગોલ્ડન, એહતેશામ મન્સુરી રોયલ ગેસ્ટ હાઉસ, ધર્મેન્દ્ર તિવારી આલ્ફા ગેસ્ટ હાઉસ, પંકજ તિવારી નવરંગ ગેસ્ટ હાઉસ,સત્યજીત શાહુ હોટલ હેરીટેજ, વિનય દાસ હોટલ ઓસિસ ઇન.
Previous article
Next article
Leave Comments
Post a Comment