News
'બિગ બોસ 15':તેજસ્વી વિનર બનતા ચાહકો સહિત સેલેબ્સ નારાજ; સો.મીડિયામાં 'boycott' ટ્રેન્ડ થયું, ગૌહર-કામ્યાએ પ્રતીકને અસલી વિજેતા ગણાવ્યો
'બિગ બોસ 15'ની વિનર તેજસ્વી પ્રકાશ બની છે. ચાહકો તેજસ્વી વિનર બનતાં ઘણાં જ ખુશ છે. જોકે, સોશિયલ મીડિયામાં કેટલાંક યુઝર્સ આ જીતથી ઘણાં જ નારાજ છે. તેમણે તેજસ્વી તથા શો વિરુદ્ધ નારાજગી પ્રગટ કરી છે. તેજસ્વીની વિનર તરીકે જાહેરાત થતાં જ સો.મીડિયામાં યુઝર્સે એક્ટ્રસ વિરુદ્ધ કમેન્ટ્સ કરી હતી.
અનેક યુઝર્સે તેજસ્વીની જીતને ફિક્સ્ડ ગણાવી હતી. ઘણાં યુઝર્સે પ્રતીક સહજપાલને અસલી વિનર ગણાવ્યો છે.એક યુઝરે કહ્યું હતું, 'ના, તે હકદાર નથી. કલર્સની વહુ હોવાથી તેને વિનર બનાવવામાં આવી.' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'કલર્સ હંમેશાં બાયસ્ડ રહે છે. મને ખબર નથી પડતી કે જ્યારે તમારે તમારા કલર્સવાળાને જ જીતાડવાના હોય છે તો તમે ટ્રોફી ડાયરેક્ટ કુરિયર કરી દેતા હો તો. જનતાનો સમય કેમ ખરાબ કરો છે. ઉમર રિયાઝને વચ્ચેથી કાઢી મૂક્યો. પ્રતીક વિનરનો હકદાર હતો.' એકે કહ્યું હતું, 'શરમજનક તથા બેકાર. વેમ્પ તેજસ્વી પ્રકાશ 'બિગ બોસ 15'ની વિનર બની.'
પ્રતીક સહજપાલ અંગે ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા હતી. સો.મીડિયામાં તેના સપોર્ટમાં અનેક પોસ્ટ શૅર થઈ હતી. સેલેબ્સ પણ ઈચ્છતા હતા કે પ્રતીક જીતે. કરન કુંદ્રા પણ સ્ટ્રોંગ દાવેદાર હતો. જોકે, આ તમામને પછાડીને તેજસ્વી પ્રકાશ જીતી ગઈ છે. ગૌતમ ગુલાટીએ તેજસ્વી પ્રકાશને શુભેચ્છા પાઠવી હતી, કામ્યા પંજાબી, ગૌહર ખાને પ્રતીકને અસલી દાવેદાર ગણાવ્યો હતો.
ગૌતમ ગુલાટીએ કહ્યું હતું, 'તેજસ્વી પ્રકાશને શુભેચ્છા. કરન કુંદ્રા તથા પ્રતીક પણ સારું રમ્યાં.' શૈફાલીએ કહ્યું હતું, 'પ્રતીકે તમામનું દિલ જીતી લીધું.'કામ્યાએ કહ્યું હતું, 'પ્રતીક જ વિજેતા છે અને હંમેશાં રહેશે. તે ઘણું જ સારું રમ્યો. તારી જર્ની તથા રમતની રીતથી તમામ પ્રભાવિત થયા. ગેમ પ્રત્યે તે જુનૂન બતાવ્યું. હંમેશાં આગળ વધ અને ભવિષ્ય માટે અઢળક શુભેચ્છા.'ગૌહર ખાને કહ્યું હતું, 'લોલ..જાહેરાત સમયે આખા સ્ટૂડિયોમાં ખામોશી છવાઈ ગઈ હતી, કારણ કે આ શોનો એક માત્ર વિનર હતો અને દુનિયાએ તેને ચમકતો જોયો છે. પ્રતીક સહજપાલ તે તમામના દિલ જીત્યા છે. તું બધાનો ફેવરિટ છે અને જનતા તને પ્રેમ કરે છે.'
Previous article
Next article
Leave Comments
Post a Comment