ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થશે, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારના પ્રથમ નાણાંમંત્રી તરીકે વિધાનસભામાં બજેટ રજુ કરશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી તા. બીજી માર્ચથી શરૂ કરવા માટે રાજ્યપાલે આહવાન કર્યું છે.જયારે તા.3જી માર્ચે વિધાનસભામાં નાણાંમંત્રી બજેટ રજૂ કરશે. લગભગ એક મહિના સુધી સત્ર ચાલશે. 30 માર્ચ સુધી ચાલનારાં વિધાનસભા સત્રમાં અંદાજ પત્ર, પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે. બજેટને પગલે પાટનગર ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વિધાનસભા સત્રને પગલે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવા સરકાર સજ્જ થઇ રહી છે તો વિપક્ષે પણ વિવિધ મુદ્દે સરકારને ભિડવવા તૈયારીઓ શરૂ કરી છે.
.                    ફાઈલ તસવીર
2જી માર્ચથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ અને અંદાજપત્ર પર ચારેક દિવસ ચર્ચા થશે. આ ઉપરાંત સરકારી વિધેયકો પર પણ ચાર દિવસ ચર્ચા કરવામાં આવશે. પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. 31મી માર્ચ સુધી ચાલનારાં સત્રમાં છ અથવા આઠેક દિવસ બે-બે બેઠકો યોજાશે.સત્ર દરમિયાન નવી સરકારે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવો પડશે કેમ કે, ખેડૂતોની સમસ્યા ઉપરાંત મોંઘવારી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત અન્ય મુદ્દાઓને લઇને સત્ર તોફાની બની શકે છે. સામે છેડે સરકાર પણ વિપક્ષનો સામનો કરવા સજજ થઇ રહી છે.
આજે ગાંધીનગરમાં દરેક વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા બજેટ લક્ષી પ્રેઝન્ટેશનને મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે. મુખ્યમંત્રી બજેટ પહેલાં આ પ્રેઝન્ટેશનને આખરી ઓપ આપશે. ત્યાર બાદ બજેટ તૈયાર થશે અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારના પ્રથમ નાણાંમંત્રી તરીકે વિધાનસભામાં બજેટ રજુ કરશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close