News
પારડીમાં પિતાએ ભણવા માટે ટકોર કરતા 18 વર્ષીય પુત્રીએ આપઘાત કર્યો
પારડીની ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિને પિતાએ ભણવા બાબતે ઠપકો આપતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે.પારડી શહેરમાં સોના દર્શન બિલ્ડિંગના સી- 2, ફ્લેટ નંબર 2 રહેતા અને નાસ્તાની લારી ચલાવતા મૂળ સુખેશ દેવજી ફળિયાના વિજયભાઈ કેશુભાઈ પટેલ પોતાની પત્ની સાથે બે બાળકો નિધિ તથા ફેનીલ ના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરતા હતા. બુધવારે વહેલી સવારે પોતાનો ધંધો શરૂ કર્યા બાદ 11 વાગ્યે બટાકા લેવા ઘરે આવ્યા હતા.
દરવાજો ખટ ખટાવી ઘરમાં હાજર પોતાની 18 પુત્રી નિધિને બુમો મારવા છતાં દરવાજો ન ખોલતા બારીમાં મચ્છર માટે લગાવેલ જાળી હટાવી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશતા નિધિને રસોડામાં પંખાના હુક વડે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લટકતી હાલતમાં જોતા તેઓ હેબતાઈ ગયા હતા. તાત્કાલિક પત્ની સાથે દુપટ્ટો કાપી પુત્રીને પારડી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. નિધિ ધોરણ 12 સાયન્સમાં અશ્વમેઘ સ્કૂલમાં ભણતી હતી ને અવારનવાર વાંચવા બાબતે કહેતા હોય ખોટું લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસને જાણ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીના આપઘાતથી પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment