News
વાપીની મહિલાને દહેજ માટે ત્રાસ આપતા પતિ, સાસુ-સસરાની ધરપકડ
વાપીની યુવતીના લગ્ન મુંબઇમાં થયા બાદ પતિ, સાસુ અને સસરા દ્વારા પિતા પાસેથી રૂપિયા, કાર મંગાવવાનું કહી દહેજ માટે માનસિક અને શારીરિક ત્રાસ અપાતા હતા. અંતે યુવતીને ઘરથી કાઢી દેતા આ અંગે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. વાપીના ચલા વિસ્તારમાં રહેતી અનિતા (નામ બદલ્યું છે) એ 14 ઓક્ટોબર 2021ના રોજ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના લગ્ન 16 ફેબ્રુઆરી 2015ના રોજ મુંબઇના મુલુંડ વેસ્ટ મુલુંડ કોલોની ખાતે વર્ષ 2015માં મહેશ ઇશ્વરી નારાયણ શર્મા સાથે વાપીમાં થયા બાદ પતિ, સાસુ-સસરા સાથે મુંબઇમાં રહેતી હતી.
લગ્નના 6 માસ બાદથી સાસુ અને સસરા વારંવાર કહેતા કે દહેજમાં કંઇ લાવેલ નથી. પતિ પણ વારંવાર રાત્રે દારૂ પીને ઘરે આવી માર મારતો તેમજ ગમે ત્યારે ઘરથી બહાર કાઢી મુકતો હતો. લગ્નના બે વર્ષ બાદ પ્રેગ્નેન્ટ થતા અનિતાએ સાસુને જણાવેલ કે, મને જાતે રસોઇ બનાવવા દો મને તમારા હાથની રસોઇ ભાવતી નથી. ત્યારે સાસુએ જણાવેલ કે, અમો જે બનાવીએ તે ખાઇ લેવાનું આપણે બે ચુલા નથી બનાવવા એમ કહી વારંવાર હેરાન કરતા, સારવાર માટે હોસ્પિટલમાં પણ નહિ લઇ જતા 9 માસ બાદ અનિતાએ માતા-પિતાને સાસરીમાં બોલાવી મુલુંડ ખાતે હોસ્પિટલમાં સીઝેરીયનથી ડિલીવરી કરાવી હતી.લેટ ડિલીવરીના કારણે બાળકને શ્વાસમાં તકલીફ થવાથી તે મૃત પામ્યો હતો. જેથી તે માતા-પિતા સાથે વાપી પિયરે આવી ગઇ હતી. છુટાછેડા માટે છોકરા નથી થતા, અમારે રાખવી નથી અને હવે તુ ફરીથી અહીં આવીશ તો તેને મારી નાંખીશું તેવી ધમકી આપતા આરોપી પતિ મહેશ શર્મા, સસરા ઇશ્વરી નારાયણ શર્મા અને સાસુ મંજુ શર્મા વિરૂદ્ધ દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવાઇ હતી.
પોલીસ જે તે સમયથી આરોપીઓથી સંપર્ક કરી રહી હતી. ત્યારે તેઓ બહાર છીએ કહી તેઓને ટાળી રહ્યા હતા. આખરે ત્રણ માસ બાદ જાન્યુ આરીમાં ત્રણેયને પકડી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી પતિ અનિતાને વાપીથી પરત સાસરે લઇ ગયો હતો. જ્યાં કાર અને રૂપિયાની માંગણી કરી તે ન મળતા છૂટાછેડા આપવા તેને પ્રેરિત કરી હતી. બીજા લગ્નની ધમકી આપી તેને ઢીકમુક્કીનો માર મારી ઘરથી કાઢી મૂકતા આખરે તે ભાઇ સાથે વાપી આવી ફરિયાદ કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment