પારડીમાં તસ્કરોનો આંતક, એક અધવાડિયામાં 2 ઘરોને ટાર્ગેટ કર્યા.

વલસાડ જિલ્લાના પારડીના લાડ સ્ટ્રીટમાં ફરી તસ્કરો ત્રાટક્યા હતા. પારડીમાં એક સપ્તાહ માં જ બે ચોરીના પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો છે. પારડી લાડ સ્ટ્રીટ ખાતે રહેતા કૃણાલ ચાંપાનેરીના મકાનમાં તસ્કરનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. મકાન માલિક કૃણાલ ચાંપાનેરી અને તેમની પત્ની પૂજા ચાંપાનેરી જાગી ઉઠતા બૂમાબૂમ કરતા ચોર કૂદીને ભાગી છૂટ્યો હતો.
ઘટના અંગે પોલીસને જાણ કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ચોરીની ઘટના અંગે મકાન માલિક કૃણાલના જણાવ્યા મુજબ આજરોજ મળસ્કે 3.30 વાગ્યાના સુમારે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી રૂમમાં પ્રવેશ્યા હતો અને કબાટમાં માલસામાન વેર-વિખેર કર્યો હતો. પરંતુ કબાટમાં કિંમતી ચીજવસ્તુઓ ન હોય અને ઘરના સભ્યો બુમાબુમ કરતા ચોર બહારથી દરવાજો બંધ કરી કૂદીને કિલ્લા તરફ ભાગી છૂટ્યો હતો. ચોરીની ઘટના અંગે પાડોશીઓ ને ફોન દ્વારા જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ આવતા તમામ પાડોશી સાથે આવી દરવાજો ખોલ્યો હતો. ચોરી કરવા પહેલા ચોરે કૃણાલ ના મામા રાજેશ પરમાર ના મકાનમાં લગાવેલ સીસીટીવીકેમેરા માં આંટાફેરા મારતો નજરે પડ્યો હતો. જોકે, એક સપ્તાહ અગાઉ જ લાડ સ્ટ્રીટમાં જ રહેતા ભીલાડવાળા બેંક ના મેનેજર પરિમલભાઈ પંડ્યાના ઘરે ચોરી ની ઘટના બની હતી તે તસ્કરો પણ નજીકમાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા હતા.પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે જેની અગાઉ રજુઆત કરી હતી. હાલ તો પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ના આધારે ચોરટાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આજે રાત્રીના થોડે દૂર આગળ વાણીયાવાડમાં આજ યુવાન ચોરરેકી કરતો દેખાયો હતો. ત્યારે સ્થાનિક લોકોના ચર્ચામાં અહીં મહોલ્લામાં ચાલી રહેલા મસ્જિદ-મકાનનું કામ કરતા મજુર તેમજ તળાવમાં કામ કરતા મજુર આ ચોરી કરવા આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close