વલસાડ જિલ્લામાં 7 વર્ષીય વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર સ્કૂલવાનના ડ્રાઈવરને 3 વર્ષની સજા સગીરાની જુબાનીને ધ્યાને રાખીને પોકસો કોર્ટે આરોપીને સજા ફટકારી

ઉમરગામ તાલુકામાં વર્ષ 2018માં દમણની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરતી એક 7 વર્ષની બાળકીને સ્કૂલ વાનમાં આગળની સીટ ઉપર બેસાડી ઘરે સ્કૂલથી ઘરે પરત લાવતી વખતે વાનના ચાલકે સગીરાને બેડ ટચ કરી અડપલાં કર્યા હતા. જે કેસ વલસાડની પોકસો કોર્ટમાં ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને અને બાળકીની સચોટ જુબાનીને ગ્રાહ્ય રાખીને વલસાડની પોકસો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ એમ આર શાહે અડપલાં કરનાર આરોપીને 3 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકી દમણની ઈંગ્લીશ મીડિયા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. શાળાએ જવા અને આવવા માટે સંતોષ જગનભાઈ માંગેલાની સ્કૂલ વેનમાં અવરજવર કરતી હતી. 19મી એપ્રિલ 2018ના રોજ સ્કૂલેથી પરત આવતી વખતે સ્કૂલવાન ચાલક સંતોષ માંગેલાએ સગીરાને આગળની સીટ ઉપર બેસાડી બેડ ટચ કરી અડપલાં કર્યા હતા. સગીરાએ વિરોધ કરતા સંતોષે સગીરાને જણાવેલ કે આજે તારો વારો છે. કાલે બીજી બાળકીનો વારો આવશે હું કોઈથી ડરતો નથી જણાવી અડપલાં કર્યા હતા. ઘટના અંગે સગીરાએ રાત્રે નિર્ભય બનીને તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. સગીરાની માતાએ પરિવાર ના સભ્યો અને ગામના પંચ સમક્ષ ઘટનાની જાણ કરી સ્કૂલ વાન ચાલક સંતોષ ઉર્ફે વેસ્તુ જગનભાઈ માંગેલા વિરૂદ્ધ નજીકના પોલીસ મથકે FIR કરી હતી. તે કેસમાં વલસાડની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને અને ભોગ બનનારી બાળકીના નિવેદનને ધ્યાને રાખીને પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ એમ આર શાહે આરોપીને કસૂરવાર જાહેર કરીને આરોપીને 3 વર્ષની સજાનો હુકમ કર્યો છે.




Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close