News
સર્વિસ રોડ પર વાહનોનીલાંબી કતારથી વાહન ચાલકોને હાલાકી,ત્રણ દિવસથી ટ્રાફિકજામની સમસ્યા
વાપી હાઇવે વૈશાલી ચાર રસ્તા ઓવરબ્રિજ પર આઇઆરબી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ રહ્યું છે. સર્વિસ રોડથી વૈશાલી ચાર રસ્તા સુધી વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાઇ રહ્યાં છે. સ્થાનિક પોલીસ અહી ટ્રાફિક જામ હળવું કરે તેવી માગ ઉઠી રહી છે.
વાપી નેશનલ હાઇવે પર છેલ્લા થોડા દિવસોથી આઇઆરબીની ટીમે મરામતની કામગીરી શરૂ કરી છે. અનેક સ્થળોએ ખાડાઓ પડતાં મોડે-મોડે હાઇવે ઓથોરોટીએ કામગીરી હાથ ધરી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી વાપી વૈશાલી ચોકડી હાઇવે પરના ઓવરબ્રિજ પર મરામત કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ કામગીરીના કારણે વાહનોની લાંબી કતારો લાગતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવી રહી છે. વાપી જીવનદિપ હોસ્પિટલની સામેની સાઇડના સર્વિસ રોડ પરથી વાહન ચાલકોએ પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. હાઇવે પર લાંબી વાહનોની કતારથી વાહન ચાલકો અકળાયા છે. સ્થાનિક પોલીસ ટ્રાફિકને હળવું કરે તેવી માગ વાહન ચાલકોમાં ઉઠી રહી છે. ટ્રાફિક જામથી વાહન ચાલકો તોબા પોકારી રહ્યાં છે.વાપી સર્વિસ રોડ પર પેપીલોન હોટલથી જીવનદિપ હોસ્પિટલ સુધી બંને બાજુ વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરે છે. જેના કારણે અન્ય વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક પોલીસ આ મામલે કડક વલણ અપનાવે તે જરૂરી છે. વાર વાર જીવનદિપ હોસ્પિટલ તરફના માર્ગ પર વાહનો આડેધડ પાર્કિંગ કરી રહ્યાં છે. છેલ્લા 4 દિવસથી કોઈપણ જાતના આયોજન વિના મરામત ની કામગીરીને લઈ વાહનચાલકોની મુશ્કેલી વધી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment