News
વી.આઈ.એ.ગ્રાઉન્ડ, વાપી ખાતે ભારતનો 73 મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો પ્રમુખ શ્રી કમલેશ પટેલ દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી
વી.આઈ.એ.ગ્રાઉન્ડ, વાપી ખાતે ભારતનો 73 મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વી.આઈ.એ. ના પ્રમુખ શ્રી કમલેશ પટેલ દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી અને તેમણે 73 માં ગણતંત્ર દિવસની શુભ કામનાઓ આપી અને કોરોનની ત્રીજી વેવ દરમ્યાન લોકો સરકારની ગાઇડલાઇનને અનુસરે તેવો અનુરોધ કર્યો હતો જેથી સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવી શકાય તેમજ તેમણે જણાવ્યું કે વી.આઈ.એ. દ્વારા કોરોનાની સેકન્ડ વેવ દરમ્યાન લોકઉપયોગી અનેક કામગીરી કરવામાં આવી હતી અને રસીકરણ જેવી કામગીરી તો હાલમાં પણ ચાલુ જ છે.
વી.આઈ.એ.ના માનદમંત્રી શ્રી સતિષ પટેલે પણ ગણતંત્ર દિનની શુભકામના આપી જણાવ્યું કે જે રીતે આપણે આપણા દેશના બંધારણને અનુસરીએ છીએ અને આ બંધારણમાં બનાવવામાં આવેલા કાયદાઓનું પાલન કરીએ છીએ એજ રીતે કોવીડ ની ગાઇડલાઇનને પણ આપણે આપણી ફરજ સમજીને અનુસરવાનું છે, તેમણે જણાવ્યું કે રસી કરણને લીધે કોવીડની ત્રીજી લહેરમાં ઘણું ઓછું નુકસાન થયું છે તેથી તેમણે ઉદ્યોગકારોને તેમની કંપનીમાં આવતા વર્કરોનું રસીકરણ કરાવવા અને મુલાકાતીઓનું પણ રસીકરણ થયેલું હોય તો જ પ્રવેશ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ તેમણે જણાવ્યું કે હાલમાં જે નાઈટ કર્ફ્યુ ચાલે છે તેમાં સરકારે કંપનીના વર્કરોને તેમની સીફ્ટ પ્રમાણે કામ કરવાની છૂટ આપેલ છે તેથી તેમણે પણ સરકારના નિયમોનું પાલન કરી પોતાની કંપનીનું ઓળખપત્ર સાથે રાખાવું જોઈએ જેથી તેઓ નાઈટ કર્ફ્યુ દરમ્યાન પોતાની સીફ્ટ પ્રમાણે કામે જઈ શકે.
વી.આઈ.એ. ના માજી પ્રમુખ તેમજ એડવાઈઝરી બોર્ડના મેમ્બર શ્રી પ્રકાશ ભદ્રાએ પણ ગણતંત્ર દિનની શુભકામના આપી જણાવ્યું કે વી.આઈ.એ. જાહેર જનતા માટે પણ અનેક કામગીરીઓ કરે છે અને કોવીડ કાળ દરમ્યાન પણ વી.આઈ.એ.દ્વારા અનેક કામગીરી કરવામાં આવી જ છે તેવી જ રીતે સરકાર દ્વારા પણ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે અનેક નવી યોજનાઓ ઘડવામાં આવી રહી છે જે તેમને ઘણી ઉપયોગી નીવડી રહી છે.
આ કાર્યક્રમમાં વી.આઈ.એ.ના ખજાનચી શ્રી હેમાંગ નાયક, સહ માનદમંત્રી શ્રી કલ્પેશ વોરા, વી.આઈ.એ.ના ઇનવિટી મેમ્બર શ્રી માધુભાઈ મંગુકિયા, વી.આઈ.એ.ના કમિટીના સભ્યો શ્રી જયેશ ટેકચંદાની , શ્રી જગદીશ ભરૂચી, શ્રી જોય કોઠારી, શ્રી વિરાજ દક્ષિણી, શ્રી હેમંત પટેલ, શ્રી હસમુખ પટેલ, શ્રી કેતન ઠક્કર, શ્રી ભગવાનભાઈ અજબાની, શ્રી કમલેશ ભીમાણી, વી.જી.ઈ. એલ.ના સી.ઈ.ઓ. શ્રી જતિન મહેતા, જી.પી.સી. બી. વાપી ના પ્રાદેશિક મેનેજર શ્રી એચ.એમ. ગાંવિત, વી.આઈ.એ., વી.જી.ઈ.એલ. અને વી.ઈ.સી.સી.નો સ્ટાફ તથા અન્ય જનતાએ પણ તિરંગાને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. અંતે રાષ્ટ્રપિતા ગાંધીબાપુની છબી પર સુતરની આંટી ચડાવી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment