આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં ૧૧ જેટલી રમતો ગોઠવવામાં આવી હતી. જેમાં ઈંટ ઉંચક, ઝડપ ચાલ (Fast Walking), ત્રિપગી દોડ, કોઠડા કૂદ, દોરડા કૂદ, કબડ્ડી, દોરડા ખેંચ, ફુગ્ગા ફોડ, ડોજ બોલ, ક્રિકેટ, સંગીત ખુરશી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 
કોલેજના બધા જ તાલીમાર્થીઓ પોતાનામાં રહેલી ક્ષમતાને બહાર કાઢવા પૂરી શક્તિ સાથે ઉત્સાહથી ભાગ લીધો હતો. આ રમતોત્સવ તારીખ ૨૫/૧/૨૦૨૨ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યા થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી ગોઠવવામાં આવ્યો હતો. આ રમતોત્સવનું સંચાલન રમત ગમત ના અધ્યક્ષ ડૉ. જયંતીલાલ બારીસ તથા શારીરિક શિક્ષણના અધ્યાપક પ્રા. પ્રફુલભાઇ પટેલ અને રમત ગમતના તાલીમાર્થી મંત્રી સુનિલ હળપતિ (S.Y B. Ed) અને અભિષેક પટેલ (F.Y B. Ed) દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણે પણ તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તથા કોલેજના અધ્યાપકો દ્વારા ઉત્સાહ સાથે રમતોત્સવ ઉજવાયો હતો. આ રમતોત્સવ ઉજવવા બદલ B. Ed કોલેજના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ તથા કોલેજના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close