વલસાડ જિલ્લામાં તા.૩૧મીએ કોવિડ-૧૯ રસી કરણનો ૧૨૨૮૪ વ્‍યક્‍તિઓએ લાભ લીધો

માહિતી બ્‍યુરો વલસાડઃ૩૧: કોરોના વાઇરસની ત્રીજી લહેરમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહયો છે. કોરોનાની મહામારીમાંથી બહાર નિકળવા માટે કોવિડ રસીકરણ એકમાત્ર અમોઘ શષા છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં કોવિક- ૧૯ બચાવ કામગીરી માટે રસીકરણ અભિયાન ચાલુ છે. જે અંતર્ગત તા.૩૧/૦૧/૨૦૨૨, સોમવારનાં રોજ કોરોના સુરક્ષાચક્ર સલામત કરવા માટે વલસાડ જિલ્લાનાં કોવિડ-૧૯ ૨સીકરણ કેન્‍દ્રો જેવા કે સબસેન્‍ટરો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલો, સિવિલ હોસ્‍પિટલ ખાતે કોવિડ - ૧૯ રસીકરણનો સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૨,૨૮૪ વ્‍યક્‍તિ ઓએ લાભ લીધો હતો. 
આ રસીકરણ અંતર્ગત વલસાડ તાલુકામાં ૩૩૫૨, પારડી તાલુકામાં ૧૩૫૫, વાપી તાલુકામાં ૩૧૭૩, ઉમરગામ તાલુકામાં ૨૬૪૦, ધરમપુર તાલુકામાં ૫૫૪ અને કપરાડા તાલુકામાં ૧૨૩૦ મળી કુલ ૧૨૨૮૪ વ્‍યક્‍તિઓએ ભાગ લીધો હતો.વલસાડ જિલ્લાનાં સગીર વયનાં ૩૧ મી ડિસેમ્‍બર, ૨૦૦૭ સુધીમાં જન્‍મેલા તમામ બાળકો, હેલ્‍થ કેર વર્કરો, ફ્રન્‍ટલાઇન વર્કરો તથા ૬૦ વર્ષથી વધુ વયનાં કો-મોર્બીડીટી ધરાવતાં વ્‍યક્‍તિઓ કે જેમનો કોવિડ - ૧૯ રસીકરણનો પ્રિકોશન (બુસ્‍ટર) ડૉઝ બાકી હોય તથા ૧૮ વર્ષ કે વધુ વયનાં તમામ નાગરિકો કે જેમનો કોવિડ - ૧૯ રસીકરણનો પ્રથમ કે બીજો ડોઝ બાકી તેવા તમામ ગ્રામીણ તેમજ શહેરી વિસ્‍તારોનાં લાભાર્થીઓને કોવિડ - ૧૯ રસીકરણનો વધુમાં વધુ લાભ લઇ પોતે, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત કરવા માટે કલેક્‍ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડ દ્વારા અપીલ કરવામાં આવી છે.  
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close