News
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ ની દીવમાં બે દિવસીય મુલાકાત
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની બે દિવસીય મુલાકાત દરમિયાન દીવ જીલ્લા સ્થિત પ્રદેશ ભાજપના કારોબારી સભ્યો, દીવ જીલ્લા ભાજપનાં પદાધિકારીઓ, યુવા અને મહિલા મોર્ચાનાં હોદેદારો સાથે બેઠક યોજી દીવ જીલ્લા ભાજપનાં કાર્યોની સમીક્ષા કરી તેમજ દીવ જીલ્લા ભાજપને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
ઉક્ત દીવની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ઘોઘલા શહેર મંડળ સાથે 'મન કી બાત' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું, ત્યારબાદ દીવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવનાર લાભાર્થીઓ સાથે ડોર ટુ ડોર મુલાકાત કરી તેમજ 'મહાનાયક: નરેન્દ્રભાઇ મોદી વિકાસ પુરુષ' પુસ્તક નું વિતરણ કર્યું આ સમગ્ર મુલાકાત દરમિયાન દીવ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી મહેશ અગરીયા સાથે રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment