કિશન ભરવાડ હત્યા કેસના વલસાડમાં પડઘા પડ્યા, માલધારી સમાજે આરોપીઓને કડક સજાની માગ કરી

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ, હિન્દૂના વિવિધ સંગઠનોમાં વિધર્મી આરોપીઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ અને હિન્દૂ સમાજના અગ્રણીઓ દ્વારા આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના માલધારી સમાજના અગ્રણીઓ અને હિન્દૂ સમાજ ના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને જલ્દી કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે.
ન્યાયની માગ સાથે આવેદન:કિશન ભરવાડ હત્યા કેસના વલસાડમાં પડઘા પડ્યા, માલધારી સમાજે આરોપીઓને કડક સજાની માગ કરી ધંધુકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલા 2 વિધર્મી યુવકોએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ, VHP, રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દૂ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડ સર્કિટ હાઉસથી કલેક્ટર કચેરી સુધી માલધારી સમાજ અને અન્ય સમાજના અગ્રણીઓએ રેલી દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કિશન બોળીયાની હત્યા કરનાર આરોપી ઓને ગુજરાત પોલીસે ઝડપી પાડયા બાદ આરોપી ઓ સામે ફાસ્ટ ટ્રેક્ટ કોર્ટમાં કેસ ચલાવી વહેલી તકે આરોપીઓને ફાંસીથી વધુ કડક સજા આપવાની માંગ કરી છે. વલસાડ હિન્દુ સંગઠન, ગૌ રક્ષા દળ, માલધારી સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠન દ્વારા વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. આવેદનપત્ર પાઠવી કલેકટર કચેરી બહાર કિશન બોળીયાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close