News
દમણમાં રામ સેતુ બીચ પાસે મુંબઈના 3 પ્રવાસી ઓને ચપ્પુ બતાવી સોનાના ઘરેણાં અને રોકડની લૂંટ મચાવી બે શખ્સ ફરાર.
મુંબઈથી દમણ મિત્ર સાથે ફરવા આવેલા સહેલાણી ને રામસેતુ બીચ પાસે અજાણ્યા મંકી કેપ ધારી યુવકોએ ચપ્પુની અણીએ બંધક બનાવી સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી. લૂંટાઈ ગયેલા સહેલાણીઓએ દમણ પોલીસને ઘટનાની જાણ કરતા દમણ પોલીસે સહેલાણી ઓની FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મુંબઈથી દમણ રામસેતુ બીચની સહેલગાહ માણવા મુંબઈના નટવરલાલ વાધેલા અને તેના મિત્રો મનોજ અને નિર્મલ સાથે મહારાષ્ટ્રના મલ્હારથી દમણ આવ્યા હતા. ગઈકાલે શુક્રવારે સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ તે બીચ પર ફરતા હતા. ત્યારે બે અજાણ્યા મંકી કેપ ધારી શખ્સો તેમની પાસે આવીને રોકાયા હતા. જેમાંથી એકે છરી કાઢીને પ્રવાસીના ગળા પાસે મૂકી દીધી હતી અને ગળામાં પહેરેલી સોનાની ચેન સહિત અન્ય પ્રવાસીઓ પાસેથી સોનું પડાવી લીધું હતું. તેમની પાસેથી 6000 રૂપિયાનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો.
આ શખ્સોએ ત્રણેય પ્રવાસીઓને પાછળથી દોરડા વડે બાંધ્યા હતા. શખ્સોએ ત્રણેય સહેલાણીઓને બંધક બનાવી રોકડા રૂપિયા અને સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ સહેલાણીઓને દોરી વડે બાંધી લૂંટ ચલાવી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બંને આરોપીઓ ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા. પ્રવાસીઓએ બીચ પરથી રોડ પર આવીને પોતાની નિરર્થકતા જણાવી તરત જ પોલીસને જાણ કરી હતી. મોટી દમણ કોસ્ટલ પોલીસને આવ્યા બાદ પ્રવાસીઓએ તેમની સંપૂર્ણ માહિતી આપી હતી. બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમ મોટી દમણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિશાલ પટેલે જણાવ્યું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment