વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવા ના કેસમાં સેન્ટ્રલ IB અને ATSની ટીમે તપાસ હાથ ધરી

વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપર VIP ટ્રેન રાજધાની એક્સપ્રેસ ઉથલાવવાના કેસમાં વલસાડ પોલીસ સેન્ટ્રલ IB અને ATS સહિત રેલવે પોલીસની ટીમે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ મહત્વની કડી હાથ ન લાગતા ફરી શનિવારે ATS અને સેન્ટલ IB અને સ્ટેટ IBની ટીમે ફરી તપાસ હાથ ધરી હતી.
14 જાન્યુઅરીની સાંજે અતુલ રેલવે સ્ટેશન પાસે કોઈ ટિકણખોરે VIP ટ્રેન રાજધાની ટ્રેનના સમયે રેલવે ટ્રેક ઉપર RCC સિમેન્ટનો પોલ મૂકીને ટ્રેનને ઉથલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. VIP ટ્રેન રાજધાની એક્સપ્રેસ ટ્રેને RCC સિમેન્ટનો પોલ કચડી આગળ વધી ગઈ હતી.
ઘટના અંગે ટ્રેનના પાયલોટે રેલવે કંટ્રોલ રૂમ મારફતે અતુલ રેલવે સ્ટેશન માસ્તર ને ઘટનાની જાણ કરી હતી. જેને લઈને વલસાડ પોલીસ સહિત રેલવે RPF અને GRPની ટીમે તપાસ હાથ ધરી હતી. જે ઘટનાને 14 દિવસમાં વલસાડ પોલીસ ATS સહિત રેલવે LCB, RPF અને GRPની ટીમે 700થી વધુ લોકોના નિવેદન નોંધાયા છે.ઘટના સ્થળના આજુબાજુના વિસ્તારના ચાલુ મોબાઈલ નંબર ધારકોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ATSની ટીમ પણ ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. વલસાડ SOGની ટીમની આગેવાનીમાં વલસાડ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાને 14 દિવસ ઉપરનો સમય થઈ ગયો છત્તા હજુ કોઈ મહત્વની કળી મળી ન હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close