વલસાડ ખાતે MD ડ્રગ્સ મામલે ઓઝરની એક મહિલાની અટકાયત, લેબમાં ડ્રગ્સનું પરીક્ષણ કરતી હોવાનો ખુલાસો

વલસાડના ડુંગરી ખાતે એક ડ્રગ્સની ફેક્ટરી NCBની ટીમે ઝડપી પાડી હતી. વડોદરાના પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં ખાતે MD ડ્રગ્સનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે કેસમાં વલસાડના ઓઝર ગામમાં રહેતી ભારતીબેન પટેલની NCBની ટીમે અટકાયત કરી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરવી આગળની તજવીજ હાથ ધરી છે. વલસાડમાં MD ડ્રગ્સ ઉપર કામ કરતી વધુ એક લેબને NCBની ટીમે ઝડપી પાડી છે. છેલ્લા ઘણા વર્ષોથી મહિલા MD ડ્રગ્સનું લેબમાં પરીક્ષણ કરી નમૂના પાસ કરવાનું કામ કરતી હતી.
વલસાડના ડુંગરીથી 4થી ઓગષ્ટના રોજ ગુજરાત NCBની ટીમે MD ડ્રગ્સ ની ફેક્ટરી ઝડપી પાડી હતી. તેમાંથી 4.5 કિલો MD ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો. સાથે MD ડ્રગ્સના જથ્થા સાથે 85 લાખ રૂપિયાનો જથ્થા સાથે ફેક્ટરી ઉપરથી પ્રકાશ પટેલ અને સોનુ રામનિવાસ ગુજરાત NCBની ટીમે ઝડપી પાડયા હતા.તાજેતરમાં વડોદરાના પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બંને કેસમાં ઓઝરમાં રહેતી ભારતીબેન પટેલ ખાનગી લેબનું સંચાલન કરતી હતી. આ બંને કેસમાં ભારતીબેનનું નામ ખુલતા વલસાડના ઓઝર ખાતે NCBની ટીમ ભારતીબેન પટેલની અટકાયત કરી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડથી NCBની ટીમે મહિલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close