rotary club.pdf ROTRACT CLUB OF VAPI દ્વારા પ્રાથમિક શાળા સંઘાડીપાડા - વલવાડા માં સમર્થ પ્રોજેકટની કર્મયાત્રા :

 વલસાડ જિલ્લાના વાપી શહેરનાં કર્મયોગી અને કર્તવ્યનિષ્ઠ ROTRACT CLUB OF VAPI TEAM'S દ્વારા ઉમરગામ તાલુકાની પ્રાથમિક શાળા સંઘાડીપાડા- વલવાડામાં શૈક્ષણિક તથા ભૌતિક કામગીરીનાં હિતાર્થે “ સમર્થ ” પ્રોજેકટની શરૂઆત કરી . “ સમર્થ ” પ્રોજેકટની શરૂઆત બાળકોને શૈક્ષણિક કીટ આપીને કરવામાં આવી . જેમાં નોટબુક , પેન , પેન્સલ , રબર , કલર , કંપાસ જેવા શૈક્ષણિક સાધન વગેરે . ત્યારબાદ સમગ્ર ગામનાં દરેક ઘરોમાં ૩૦૦ નંગ તિલક તુલસી તેન્જ અન્ય ઔષધિય છોડ આપી સાચું પ્રકૃતિનું સંરક્ષણ અને પૂજન કરાવ્યું છે . covid -19 જેવી મહામારીમાં પણ બાળકો શિક્ષણથી વંચિત ના રહે એવા હેતુથી ફળિયા શિક્ષણ દ્વારા બાળકોને અંગ્રેજી વિષયનું જ્ઞાન તેમજ હેલ્થ અને હાઈગ્રીન જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપી સ્વરક્ષણનું ઉદાહરણ પૂરું પાડયું .
 ત્યારબાદ શાળામાં રમતોત્સવની ઉજવણી કરવામાં આવી . જેમાં લીંબું ચમચી , કેળાંકૂદ , દોડ , સંગીત ખુરશી વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો . ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ઉત્સવોની ઉજવણી પણ કરવામાં આવી જેમાં ૫ મી સપ્ટેમ્બર ( શિક્ષકદિન ) , નવરાત્રિ , દિવાળી , નાતાલ ( ક્રિસમસ ડે ) જેવા ઉત્સવમાં શાળાનાં તમામ બાળકોને ઠંડીથી બચવા માટે સ્વેટર આપવામાં આવ્યા .
ત્યારબાદ ભૌતિક સુવિધાનાં હિતાર્થે શાળામાં ઈકો ફ્રેન્ડલી બ્લોક , શાળાની કપાઉન્ડ વોલ માટે ગ્રિનનેટ તેમજ શાળામાં કિચનગાર્ડન સંદર્ભે વાવેતર કરવામાં આવ્યું .
જેથી કરી બાળકો પોતે આત્મ નિર્ભર બની પોતાનું જીવન જીવી શકે તેવાં સફળ પ્રયાસો ROTARACT CLUB OF VAPI TEAM'S દ્વારા કરવામાં આવ્યાં . આમ , “ સમર્થ " પ્રોજેકટ હાલ પણ કર્મનિષ્ઠ અને કાર્યરત છે . જેમાં CLUB PRESIDENT MISS POOJABEN SHAH તેમજ શાળાનાં આચાર્ય શ્રીમતિ જિતીક્ષાબેન આર . પટેલ , શિક્ષકશ્રી હેતલકુમાર યુ . ટંડેલ તેમજ ગામજનોમાં એકતા ( યુનીટી ) નાં દર્શન થાય “ સમર્થ " પ્રોજેકટ દ્વારા શાળામાં થયેલાં શૈક્ષણિક અને ભૌતિક સુધારણાઓ ગામજનોમાં ઉત્સાહ અને આનંદની લાગણીઓ છલકાય છે .
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close