ગુજરાતમાં STની મહિલા કંડક્ટરોને પરેશાની, એડવાન્સ બુકિંગ કરાવનારને પર્સનલ મોબાઇલ નંબર અપાય છે; કેટલાક પેસેન્જરો ફોન કરી અશ્લીલ ટિપ્પણી કરે છે!

એસટી નિગમની બસમાં એડવાન્સ રિઝર્વેશન કરાવનારા પેસેન્જરોને બસ ઉપડવાના સમય પહેલા બસની માહિતી સાથે કંડક્ટરનો પર્સનલ મોબાઈલ નંબર પણ મોકલાય છે. પરંતુ ઘણીવાર પેસેન્જરો આ મોબાઈલ નંબર પર કંડક્ટરો સાથે દુર્વ્યવહાર કરવાની સાથે સોશિયલ મીડિયા પર ગુડ મોર્નિંગ, ગુડ ઈવનિંસ સહિતના મેસેજ પણ મોકલે છે. જેમાં ઘણીવાર પેસેન્જરો રાતે પણ કંડક્ટરોને ફોન કરી વાત કરવાની કોશિષ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ હાલાકી મહિલા કંડક્ટરોને થાય છે.
એસટી નિગમમાં લગભગ 13500 કંડક્ટરો ફરજ બજાવી રહ્યા છે જેમાં 2500 મહિલા કંડક્ટરો પણ છે. એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોને કંડક્ટરોના પર્સનલ મોબાઈલ નંબર પેસેન્જરોને મોકલાય છે. મહિલા કંડક્ટરોના નંબર મળતા કેટલાક પેસેન્જરો તેમનો નંબર સેવ કરી તેમને મેસેજ મોકલે છે. જેમાં જો આ મેસેજ મહિલા કંડક્ટરના પરિવારના સભ્યો જોઈ લે તો ક્યારેક તેમને સમસ્યા થાય તેવી શક્યતા છે. કેટલાક પેસેન્જરો તો ગાળો બોલતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ અંગે એસટી નિગમના સચિવ કે.ડી. દેસાઈએ કહ્યું કે, કંડક્ટરો સાથે દુર્વ્યવહાર કરનારા પેસેન્જરો સામે પગલાં લેવામાં આવશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close