News
વલસાડમાં 1 ફેબ્રુઆરી સુધીમાં ધનવંતરી રથની ટીમોએ 1022 ઘરોમાં 5052 વ્યક્તિઓનો સર્વે કર્યો, 2409 વ્યક્તિઓને સ્થળ પર જ સારવાર અપાઈ
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના તમામ તાલુકાઓના તમામ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી માટે તબીબીઅધીકારી, ફાર્માસીસ્ટ ANM સાથેના 30 RBSK વાહનોને ધનવંતરી રથ તરીકે તા 10મી ડિસેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યા છે.
તા. 1લી ફેબ્રુઆરી 22 સુધી ધનવંતરી રથની ટીમોએ 1022 ઘરોમાં 5052 વ્યક્તિઓનો સર્વે કર્યો હતો. જિલ્લાની વિવિધ 126 કન્ટેઇનમેન્ટ સાઇટો ઉપર જઇ 2409 વ્યક્તિઓને સ્થળ પર જરૂરિયાત મુજબની સારવાર આપવામાં આવી હતી. તાવના 7 અને ડાયાબીટીસના 75 કેસો મળી આવ્યા હતા. કોરોનાના કરેલા 96 એન્ટીજન્ટ ટેસ્ટમાંથી 1 સંક્રમિત મળી આવ્યો હતો. આ ઉપરાંત 287 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટીમોએ તા.10મી ડિસેમ્બર 2021થી આજદિન સુધી 23,112 ઘરોમાં 98,342 વ્યક્તિઓનો સર્વે કર્યો છે.આ ઉપરાંત જિલ્લાની વિવિધ 2708 સાઇટો ઉપર જઇ 66,695 વ્યક્તિઓને સ્થળ પર જરૂરિયાત મુજબની સારવાર આપવામાં આવી છે. જેમાં તાવના 451 કેસો ડાયાબીટીસ 2056 કેસો મળી આવ્યા હતા. આ ટીમોએ કરેલા કોરોના 3,320 એન્ટીજન્ટ ટેસ્ટમાંથી 31 પોઝીટીવ આવ્યા હતા, જ્યારે 8,570 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. વધુમાં વલસાડ જિલ્લામાં તા 18 ડિસેમ્બર 2021થી વલસાડ જિલ્લામાં વધુ 9 વાહનો સંજીવની રથ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. આ ટીમો નક્કી કરેલા સ્થળો ઉપર જઇ જરૂરીયાતમંદોને જરૂરીયાત મુજબની સારવાર આપી રહી છે. તા.1 લી ફેબ્રુઆરીના રોજ સંજીવની રથ ટીમ દ્વારા 177 હોમ આઇસોલેશન વ્યક્તિઓની ઘરે જઇ મુલાકાત લઇ 409 વ્યક્તિઓની (હાઇરીસ્ક વિસ્તારના) તપાસ કરવામાં આવી હતી. જેમાં 22 શરદી ખાંસીના કેસો મળી આવતાં તમામને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સંજીવની રથ ટીમ દ્વારા તા.18 ડિસેમ્બરથી આજદિન સુધીમાં 2,624 હોમ આઇસોલેશન વ્યક્તિઓની ઘરે જઇ મુલાકાત લેવાની સાથે 5,102 વ્યક્તિઓની (હાઇરીસ્ક વિસ્તારના) તપાસ કરવામાં આવ્યા છે. જેમાં 564 શરદી-ખાંસીના કેસો મળી આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથ સુંદર કામગીરી કરી રહ્યા છે.વલસાડ કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધનવંતરી રથ અને સંજીવની રથનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment