News
કુવૈત અને દોહા કતારમાં પનામાના એમ્બેસેડર તરીકે વલસાડના જમાઈની નિમણૂંક, નેશનલ ઈંગ્લિશ સ્કૂલ ખાતે સન્માન સમારોહ યોજાયો
વલસાડ મોટા તાઈવાડની દીકરી રુબીના અસ્વતના લગ્ન પનામા સ્થાયી થયેલા મુસા અસ્વત જોડે થયાં હતાં. મુસા અસ્વત પનામાના બોન્ડ છે અને ત્યાંના નામાંકિત આર્કેટીક તરીકે ઓળખ ધરાવવાની સાથે સમાજ સેવક પણ છે. એમની દોહા કતાર અને કુવૈતમાં પનામાના એમ્બેસેડર તરીકે નિમણૂંક થતા વલસાડનું ગૌરવ વધ્યું છે. જેથી વલસાડના ગ્રીનપાર્ક ખાતે નેશનલ ઈંગ્લીશ સ્કૂલ ખાતે નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અયાઝ શેખ, ઉપ પ્રમુખ કાસમ ભાઈ બલસારી, સેક્રેટરી લિયાકત પટેલ દ્વારા એમને મોમેન્ટો આપી તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં વલસાડના MLA ભરત ભાઈ પટેલ, ભાગડાવાડાના સરપંચ ધર્મેશ પટેલ, દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ડો. એમ.એમ. કુરેશી, એન.આર.આઈ.દાતા મુનાવાર ભાઈ ગરાસિયા, મોહમ્મદ ભાઈ ઘારી તેમજ નેશનલ ઈંગ્લીશ સ્કૂલના ટ્રસ્ટી મંડળ શિક્ષકગણ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સિપાલ સોહલ પટેલ, વાઇસ પ્રિન્સિપલ નાઝમીન પઠાણ તેમજ અન્ય શિક્ષણ ગણે ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં મુસા અસ્વતે ભારતના બાળકોને ગુણવત્તા વાળું એજ્યુકેશન આપવા સલાહ આપી હતી. ભારત દેશના બાળકોમાં ગુણવત્તા અને ટેલેન્ટની કોઈ અછત નથી અને તેને યોગ્ય રીતે બહાર લાવવામાં આવે તો દેશ અને દુનિયામાં ઉત્તમ તકો તેમની રાહ જોઈ ઉભી છે. ઉપરાંત આવનારા દિવસોમાં ટેકનોલોજી સાથે ટેલેન્ટેડ ઉમેદવારોની દુનિયામાં સારી નોકરીઓ મેળવવામાં કોઈ વાંધો નહીં આવે તેમ જણાવી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment