વલસાડ એલ.સી.બી.ના હાથે ચોરી ના 10 મોબાઈલ સાથે એક ઝડપાયો

વલસાડ એલ.સી.બી.ના એ.એસ.આઇ અલ્લારખુ અમીરભાઇ વાની તથા પો.સ્ટાફના માણસો ડુંગરા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો અજયભાઇ અમલાભાઇને મળેલ બાતમી આધારે મોજે.છીરી પુલ પાસેથી આરોપી અજયસિંગ ઉર્ફે અજ્જુ ક્રિપાલસિંગ રાજપુતને પક્ડી પાડી તેમના કબજામાંથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ - ૧૦ ની કુલ કિ.રૂ. ૩૧,૦૦૦ / -નો મુદામાલ મજકુર ઇસમે ચોરી અગર છળકપટ થી મેળવેલાનું જણાતુ હોય મુદામાલ સી.આર. પી.સી .૧૦૨ મુજબ તપાસઅર્થે કબજે કરેલ છે .
પોલીસના હાથે ઝડપાઇએલ  ઇસમને સી.આર. પી.સી. ૪૧ ( ૧ ) ડી મુજબ તા .૧૨ / ૦૨ / ૨૦૨૨ ના કલાક ૨૧/૩૦ વાગ્યે તાબામાં લઇ વધુ તપાસ અર્થે ડુંગરા પો.સ્ટે.માં આરોપી , મુદામાલનો કબજો સુપ્રત કરેલ છે . અને આરોપી રાત્રીના સમયે સ્લાઇડીંગ બારી ખસેડી મોબાઇલ ફોનની ચોરી કરેલાની કબુલાત આપેલ છે 


 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close