એલ.સી.બી વલસાડના પોલીસ એ ૧૫૪૦,૫૦૦ / -ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવર / ક્લીનર દારૂ સાથે ઝડપયા

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી . ડૉ. રાજદીપસિંહ ઝાલા સા.નાઓની સુચના અને એલ.સી.બીવલસાડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એચ.પનારા સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી વલસાડના પોલીસ માણસોએ નીચે મુજબના પો.સ્ટે.વિસ્તારમાંથી પ્રોહી કવોલીટી કેસ તથા સી.આર.પી.સી ૪૧ ( ૧ ) ડી મુજબ ચોર મુદામાલ તથા વોન્ટેડ આરોપીને ટીમ વર્કથી પકડી પાડી સ્થાનીક પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે .
વલસાડ એલ.સી.બી.ના એ.એસ.આઇ અલ્લારખુ અમીરભાઇ વાની તથા પો.સ્ટાફના માણસો વાપી ટાઉન પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો તેજપાલસિંહ તથા તથા પો.કો હિતેશકુમારને મળેલ બાતમી આધારે મોજ વાપી ટાઉન ચલા - દમણરોડ , ક્રોમા સેન્ટરની સામે રોડ ઉપરથી એક અશોક લૈલન્ડ ટ્રક નં . GJ - 10 - W - 7926 કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / -નીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ OLD MONK Deluxe Rum Very Old Vatted XXX રમના બોક્ષ નંગ – ૯૦ બાટલી નંગ - ૧૦૮૦ ( લીટર -૮૧૦ ) કિ.રૂ ૫,૪૦,૦૦૦ / -તથા મોબાઇલ ફોન -૧ કિ.રૂ .૫૦૦ / - મળી કુલ્લે કિ.રૂ ! ૧૫૪૦,૫૦૦ / -ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવર / લીનર ( ૧ ) મોયુદ્દીન અબ્દુલ સફીયા ( સધી ) ( ૨ ) મહેશભાઇ કનૈયાલાલ પંજવાણી ( સીંધી ) બન્ને રહે . જામનગર નાઓ પકડાઇ જઇ આ પ્રોહી ભરાવનાર મંગાવનાર કોન્ટેક કરનાર આરોપીઓ ( ૧ ) કાનો માલધારી ઉર્ફે રાજુભાઇ નામનો માણસ તથા ( ૨ ) સંજય બીજી એક ટકનો કલીનર રહે , જામનગર તથા ( ૩ ) એક આઇશરનો ડ્રાઇવર હાજી સુલતાન આમરોલીયા રહે . જામનગર નાઓ નહી પકડાયેલ હોય તેઓ વિરૂધ્ધ ધોરણસર થવા પો.કો તેજપાલસિંહએ વાપી ટાઉન પો.સ્ટેમાં ગુ ૨ ન ૧૧૨૦૦૦૪૮૨૨૦૭૦૦ પ્રોહી એકટ ૬૫ એ ( ઇ ) , ૮૧ , ૯૮ ( ૨ ) , ૧૧૬ ( ખ ) મુજબ શ્રી.સ.ત.ફરીયાદ નોંધાવેલ છે . અને આગળની વધુ તપાસ વાપી ઉ.નગર પો.સ્ટે ચલાવી રહી છે .
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close