પારડી હાઈવે પર બેફામ દોડતી કાર 2 મજૂરને ઉડાવી ડમ્પર સાથે અથડાઇ અકસ્માતમાં બંને મજૂર અને કારચાલકને ઇજા થઇ

પારડી હાઇવે પર પુરઝડપે દોડતી કારના ચાલકે હાઇવેનું કામ કરતા 2 મજૂરને ઉડાવ્યા બાદ બીજા ટ્રેક પર ડમ્પર સાથે અથડાઇ હતી. અકસ્માતમાં બંને મજૂર અને કારચાલકને ઇજા થઇ હતી. પારડી નેશનલ હાઇવે ના બ્રિજ પર વચ્ચેના ડિવાઈડરને સાફ સફાઈ કરી 8 મજૂરો કલર કામ કરી રહ્યા હતા તે સમયે સેફટી ધ્યાને લઇ મજૂરોએ થોડે દૂર વાહનચાલકોને નજર આવે તે માટે સાધનો પણ મુક્યા હતા અને એક વ્યક્તિ સતત હાથ બતાવી વાહનચાલકોનું ધ્યાન દોરી રહ્યો હતો
વાપી તરફથી પૂર ઝડપે આવતી કારનં GJ 15CH 5567ના ચાલક હાર્દિક પંકજભાઈ પટેલ રહે ખડકી ડુંગરીએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પોમાં અથડાવી કલર કામ કરતાં આઠ મજૂરો પૈકી અમીર રામભાઈ બરફ તથા બ્રિજેશ મહેશ ભાઈ બરફ બંને રહે કપરાડા મતુનીયાને ઉડાવી દીધા બાદ કાર વાપી જતા ટ્રેક પર ધસી જઈ ત્યાંથી પસાર થતા ડમ્પર સાથે અથડાઇ હતી જેમાં કારનો ભૂકો વળી ગયો હતો.આકસ્માતમાં બંને મજૂર અને કારચાલકને ઇજા થતા ત્રણેયને 108 નજીકની કુરેશી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.અકસ્માત ને લઈ હાઈવે અને સર્વિસ રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાાની જાણ થતાં પારડી અને હાઈવે પોલીસ સ્થળ પર ધસી જઈ અકસ્માત ગ્રસ્ત કારને ક્રેઈનથી બાજુ પર ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close